Get The App

કોર્પોરેશનનું ૫૫૫૮.૮૬ કરોડનું બજેટ બહુમતીના જોરે મંજૂર

બજેટ પર વિપક્ષની ૪૫૩ દરખાસ્ત મતદાન કરીને ફગાવી દેવાઇ ઃ બજેટ વર્ષમાં ૧૭૩૫ કરોડના ૧૦૩ માળખાકીય કામો કરાશે

કોર્પોરેશનના આ બજેટમાં કોઇ કરબોજ લાદવામાં આવ્યો નથી. બજેટ પર કોર્પોરેશનમાં ત્રણ દિવસ સુધી ચાલેલી ચર્ચાના અંતે આજે રાત્રે મંજૂર કરાયું હતું.

Updated: Feb 20th, 2024


Google NewsGoogle News
કોર્પોરેશનનું ૫૫૫૮.૮૬ કરોડનું બજેટ બહુમતીના જોરે મંજૂર 1 - image

 વડોદરા,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ ૨૦૨૪-૨૫નું રૃા.૫૫૫૮.૮૬ કરોડનું બજેટ સમગ્ર સભામાં બહુમતીના જોરે આજે રાત્રે મંજૂર કરાયું હતું. આ બજેટ પર વિરોધપક્ષે ૪૫૪ દરખાસ્ત રજૂ કરી હતી. જેમાંથી એક પાછી ખેંચી લીધી હતી. ૪૫૩ દરખાસ્ત મતદાન કરીને બહુમતીના જોરે ફગાવી દીધી હતી.

આ બજેટમાં પાણી,  ડ્રેનેજ, બ્રિજ, રોડ, વરસાદી પાણીનો નિકાલ, ઇ-બસ, ઇ-ચાર્જિંગ સ્ટેશનો, રિંગરોડ સહિતના કામો મૂકવામાં આવ્યા છે. શહેરમાં હાલની સ્થિતિએ ૨૫૦૦ કરોડના કામો ચાલુ છછે, જેમાં ઘણાં પૂર્ણતાના આરે છે, તો કેટલાક ટેન્ડરસ્તરે છે અને પ્રગતિમાં છે. બજેટમાં ટૂંકા અને લાંબાગાળાના આયોજન વિચાર્યા છે. વડોદરાને ગ્રીન અને સસ્ટેનેબલ સિટિ બનાવાશે. કોર્પોરેટર દીઠ ૨૨ લાખનો ક્વોટા અને વોર્ડ મુજબ ૪૮ લાખની ફોડવારી કરી છે. શહેરમાં પાણી અને ડ્રેનેજનું નેટવર્ક વધુ મજબૂત બનાવવામાં આવશે. પીએમઇ બસ સેવા હેઠળ ૧૦૦ ઇ-બસ ચાલુ કરાશે. ગોત્રી, સયાજીગંજ અને નિઝામપુરામાં ઇ-ચાર્જિંગ સ્ટેશનની પ્રક્રિયા શરૃ કરી દેવાઇ છે. વિકાસ કામો માટે બોન્ડ અને લોનના ૫૦૦ કરોડ ઊભા કરવામાં આવશે. આ બજેટ આંતરમાળખાકીય વિકાસને વેગ આપનારૃં છે. શહેર બેસ્ટ લિવેબલ અને લવેબલ સિટી તરીકે ઊભરી આવશે. બજેટ વર્ષ દરમિયાન ૧૦૩ કામો ૧૭૩૫ કરોડના ખર્ચે કરવામાં આવશે. જેમાં ૧૩ બ્રિજના ૫૫૫.૫૯ કરોડના કામો, ડ્રેનેજના, રોડના ૧૬ કામો ૯૦ કરોડના, ઘનકચરાના ૨ કામો ૬૪.૧૨ કરોડના, હાઉસિંગના ૪ કામો ૬૧ કરોડના કરવામાં આવશે. શિક્ષણ સમિતિનુ બજેટ પણ મંજુર કરવામાં આવ્યું હતું.


Google NewsGoogle News