શેરખી ખાતે કોર્પોરેશન વુડા STP બનાવશે: એનવાયરો કંટ્રોલ પ્રા. લિ.ને રૂ. 37.73 કરોડ વધારે ચૂકવશે
Image Source: Facebook
વડોદરા, તા. 07 ફેબ્રુઆરી 2024 બુધવાર
વડોદરા શહેરમાં નવા ગામોનો સમાવેશ થયા બાદ કોર્પોરેશન અને વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી સંયુક્ત રીતે શેરખી ખાતે 100 એમએલડી નો સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવશે જેની પાછળ રૂ. 179.44 કરોડ નો ખર્ચ થશે જે રૂ.141.71કરોડના અંદાજ કરતા 26.62% વધુ ભાવનું ટેન્ડર આવતા કોર્પોરેશન વધારાના રૂ. 37.73 કરોડ જેવી માત્ર રકમ કોન્ટ્રાક્ટરને ચૂકવીને લહાણી કરશે જેથી વિવાદ સર્જાયો છે.
શેરખી ખાતે ૧૦૦ એમએલડી ક્ષમતાનો નવીન સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાના કામે (૧૦ વર્ષ ઓ એન્ડ એમ સહ)ઇજારદાર મે. એન્વાઇરો કંટ્રોલ પ્રા.લિ..ના નેટ અંદાજીત રકમ રૂ. ૧૪૧,૭૧,૮૯,૪૦૦/-થી ૨૬.૬૨% વધુ મુજબના રૂ. ૧૭૯,૪૪,૮૩,૦૦૪/તથા જીએસટીની રકમના ભાવપત્રને સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે જેમાં જણાવ્યું છે કે, કોર્પોરેશન અને વુડાની ભાગીદારીથી વડોદરા શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં નવીન વિસ્તારો જેવાં કે ભાયલી, સેવાસી વિગેરેનો સમાવેશ વડોદરા કોર્પોરેશનની હદમાં થયો છે. આ વિસ્તારોમાં સુવેઝ ટ્રીટમેન્ટની સુવિધા આપવાની થાય છે. સાથે સાથે વુડા દ્વારા પણ કોયલી, અંકોડીયા, ખાનપુર વિગેરે વિસ્તારમાં પણ સુએઝ ટ્રીટમેન્ટની સુવિધા આપવાની થાય છે. શેરખી ખાતે સુવેઝ ફલોની ગણત્રી કરતા કોર્પોરેશન વિસ્તાર માટે ૬૮ એમએલડી અને વુડાના વિસ્તાર માટે ૩૨ એમએલડી ક્ષમતા ગણત્રીમાં લઇને કુલ ૧૦૦ એમએલડી ક્ષમતાનો નવીન એસટીપી બનાવવાનું નક્કી કરવામાં આવ્યુ હતું. વડોદરા કોર્પોરેશન દ્વારા શેરખી રે.સ.નં.૬૧૨ પૈકી લીકવીડ વેસ્ટના ઉપયોગ માટે ફાળવેલી ૧૦ હેકટર જમીન પર એસટીપી બનાવવાનું નક્કી કરવામાં આવ્યુ હતું. જે માટે શેરખી ખાતે વડોદરા કોર્પોરેશન અને વુડા દ્વારા સંયુકત ભાગીદારીમાં નવીન એસટીપી બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યુ છે. વુડા દ્વારા તા.૭.૬.૨૦૨૩ થી ૩૨ એમએલડી વુડા વિસ્તારના સુવેઝનો સમાવેશ કરવા જણાવેલ છે. તા.૨૬.૧૦,૧૮ મુજબ વીએમસી અને વુડા દ્વારા નાણાકીય કોન્ટ્રીબ્યુશન કરવાનું થશે. આ પ્રોજેકટનો સમાવેશ સરકારની અમૃત- ૨માં કરવામાં આવ્યો છે જેની કુલ ૯૦ કરોડની મંજુરી મળી છે.
શેરખી ખાતે નવીન બનાવવામાં આવનાર એસટીપીની કામગીરી માટે કોર્પોરેશનમાં એમ્પેનલ્ડ થયેલ પ્રોજેકટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ પૈકીના મે. ગ્રીન ડીઝાઇન એન્ડ એજિ. સર્વિસીસ પ્રા. લિ.ને નિયુકત કરવામાં આવેલ છે. સલાહકાર દ્વારા નેટ અંદાજ રૂ. ૧૪૧,૭૧,૮૯,૪૦૦/- (૧૮% જીએસટી વગર) અને ગ્રોસ અંદાજ રૂ. ૧૭૧,૧૪,૨૯,૦૦૦/-(૧૮% જીએસટી તેમજ ૧૦ વર્ષ ઓ એન્ડ એમ સહ) રજુ કરેલ છે. જેને તા.૦૩.૦૬.૨૦૨૩ના રોજ મંજુરી આપેલ છે. આ કામે ભાવપત્રો મંગાવતા કુલ-૩ ઇજારદારોના ભાવપત્રો આવેલ છે જેમાં .મે. એન્વાઇરો કન્ટ્રોલ પ્રા. લિ
૧૮૧,૦૦,૦૮,૦૦૪/-
૨૭.૭૨% વધુ
રાજકમલ બિલ્ડર્સ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા લિ
૧૯૨,૫૪,૦૦,૦૦૦/-
૩૫.૮૬ % વધુ
મેખિલારી ઇન્ફ્રા પ્રા. લિ
૨૦૦,૪૫,૩૧,૪૦૦/-
૪૧.૪૪ વધુ આ કામે પ્રથમ લોએસ્ટ ઇજારદાર તરીકે મે. એન્વાઇરો કન્ટ્રોલ પ્રા. લિ.નું ભાવપત્ર આવેલ છે. ભરેલા ભાવમાં કુલ રૂ. ૭૫,૯૦,૦૦૦ નો ઘટાડો કરેલ છે ત્યાર બાદ ઇજારદારને હજુ વધુ ભાવ ઘટાડો કરવા જણાવતા તા.૨૦.૧૨.૨૩ના રોજ પીએમસીની હાજરીમાં ઇજારદાર સાથે ચર્ચા વિચારણા કરવામાં આવેલ છે, જે અન્વયે લોઅસ્ટ ઇજારદાર તેઓ દ્વારા ભરેલા ભાવમાં કુલ રૂ. ૧,૫૫,૨૫,૦૦૦/-નો ઘટાડો કરેલ છે. ઇજારદાર દ્વારા પ્લોટના લેવલમાં આવેલ અનડ્યુલેશન્સ, ઓછી SBC, NGL અને FGLમાં આવેલ તફાવત વિગેરે તેમજ સ્ટાર રેટ અને પ્રાઇઝ એકસ્કેલેશન વિગેરેના ક્લોઝ ન હોવા જેવા કારણો દર્શાવીને હવે વધુ ભાવ ઘટાડો કરવા સંમત થયેલ નથી. આમ, ઇજારદારનું ભાવપત્ર કેપીટલ કોસ્ટ રૂ.૧૫૨,૪૪,૭૫,૦૦૦/- તેમજ O&M ની રકમ રૂ.૨૭ કરોડ મળી ભાવપત્રકની રકમ કુલ રૂ.૧૭૯,૪૪ કરોડ થાય છે. આ કામનો સમાવેશ અમૃત ૨.૦માં સમાવેશ કરેલ છે. આ યોજના પેટે નાણાંકીય કોટ્રીબ્યુશન કેન્દ્ર સરકારનો :-રૂ. ૯૦ કરોડના ૨૫% મુજબ. અને ગુજરાત સરકારનો :- રૂ. ૯૦ કરોડના ૪૦% મુજબ રહેશે.