શિક્ષણ સમિતિની શાળાઓમાં ડિજિટલ માળખાને વિકસાવાશે

વિદ્યાર્થીઓ નવી ટેકનોલોજીથી જાગૃત થાય તે માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને લગતા શૈક્ષણિક સાધનો વસાવાશે

Updated: Sep 20th, 2024


Google NewsGoogle News
શિક્ષણ સમિતિની શાળાઓમાં ડિજિટલ માળખાને વિકસાવાશે 1 - image

વડોદરા, તા.20 વડોદરા મ્યુનિ. કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ માટેનું આયોજન કરવામાં આવશે.

દિલ્હીમાં ડિડાક ઈન્ડિયાના યોજાયેલા પ્રદ્રશન અને પરિષદમાં જુદા જુદા દેશોમાંથી આવેલા પ્રતિનિધિઓ સાથે શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષે સંવાદ કર્યો હતો. જેમાં વડોદરામાં સમિતિ સંચાલિત સાળાઓમાં થઈ રહેલી શિક્ષણની પ્રવૃત્તિઓ અને આગામી સમયમાં  પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં કેવા પ્રકારની સુવિધાો અને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે પ્રયત્નો થનાર છે તેની પણ ચર્ચા કરી હતી.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ તેમજ ક્લાસરૃમની અંદર એડવાન્સ ગેજેટ દ્વારા વિદ્યાર્થીઓને ગુણવત્તાલક્ષી શિક્ષણ આપવું તેમજ ગણિત અને વિજ્ઞાાનના ખ્યાલો વિદ્યાર્થીઓને વધુ સરળતાથી સ્પષ્ટ થઈ શકે એવા આધુનિક એઆઈ માધ્યમો દ્વારા શિક્ષણ આપવા બાબતેના વિવિધ મોડલનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું.

 આગામી સમયમાં શિક્ષણ સમિતિની શાળાઓમાં પણ આ પ્રકારના આધુનિક ગેજેટ લાવવા માટેનું આયોજન કરવામાં આવશે.  વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારું પ્રદર્શન કરી શકે તે માટેનું આયોજન પણ શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવશે.

 દિલ્હીની પરિષદમાં સમિતિના માજી ઉપાધ્યક્ષ અને વડોદરાના સાંસદ પણ ઉપસ્થિત રહ્યા હતા, તેમણે વડોદરાનાં વિદ્યાર્થીઓ નવી ટેકનોલોજીથી જાગૃત થાય તે માટે પ્રદર્શનની મુલાકાત લઈ આગામી સમયમાં એઆઈને લગતા શૈક્ષણિક સાધનો સમિતિની શાળાઓમાં લેવા અધ્યક્ષને સૂચન કર્યું હતું.




Google NewsGoogle News