વેપારીના મોતની ઘટનામાં ૧૭.૯૧ લાખ વળતર ચૂકવવા કોર્પોરેશનને આદેશ
કોર્પોરેશન દ્વારા ઉપલી અદાલતમાં અપીલ દાખલ કરવામાં આવી : દાવો દાખલ થયાની તારીખથી છ ટકા વ્યાજ ચૂકવવાનો પણ હુકમ
વડોદરા,કારેલીબાગ સ્વીમિંગ પુલમાં ડૂબી જવાથી થયેલા મોતની ઘટના અંગે મૃતકના વારસદારોએ કોર્ટમાં ૩૦ લાખનું વળતર મેળવવા માટે દાવો દાખલ કર્યો હતો. કોર્ટે બંને પક્ષોની રજૂઆત સાંભળીને ૧૯.૭૧ લાખનું વળતર છ ટકાના વ્યાજ સહિત ચૂકવવા હુકમ કર્યો છે. જે હુકમની સામે કોર્પોરેશન દ્વારા ઉપલી અદાલતમાં અપીલ દાખલ કરવામાં આવી છે.
આ અંગેની વિગત એવી છે કે, રાવપુરા કાપડી પોળમાં અંબિકા ભુવનમાં રહેતા ૩૬ વર્ષના દિપકભાઇ સાવલા ભારત ક્લોથ સ્ટોર ચલાવતા હતા. દિપકભાઇ મણીલાલ સાવલાએ કારેલીબાગ સ્થિત સ્વીમિંગ પુલમાં લર્નર તરીકે જવાનું શરૃ કર્યુ હતું. તેમણે નોંધણી પણ કરાવી હતી.સ્વીિંમંગ પુલના સ્ટાફની બેદરકારીથીતા. ૨૫ - ૦૯ - ૨૦૧૭ ના રોજ દિપકભાઇનું સ્વીમિંગ પુલમાં ડૂબી જવાથી મોત થયું હતું. જો દિપકભાઇને પ્રાથમિક સારવાર તાત્કાલિક મળી હોત તો તેઓનો જીવ બચી જાત. ઉપરોક્ત વિગતો દર્શાવી તેમના પત્નીએ કોર્ટમાં ૩૦ લાખનું વળતર મેળવવા દાવો દાખલ કર્યો હતો. જેમાં (૧) વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (૨) મ્યુનિસિપલ કમિશનર (૩) કારેલીબાગ સ્વીમિંગ પુલના મેનેજર તથા (૪) સ્વીમિંગ પુલના સિનિયર કોચ સામે દાવો દાખલ થયો હતો. દાવામાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દિપકભાઇ ભારત ક્લોથ સ્ટોર નામથી ધંધો કરતા હતા.તેઓ દર મહિને ૪૦ હજાર કમાતા હતા. બનાવના સમયે સ્ટાફ સ્થળ પર હાજર નહતો. કોર્પોરેશન તરફથી એવો બચાવ રજૂ કરવામાં આવ્યો હતો કે, દિપકભાઇનું મોત હાર્ટ એટેકથી થયું છે. બંને પક્ષની રજૂઆતો ધ્યાને લઇને એડિશનલ સિનિયર સિવિલ જજ ે ગત તા. ૦૪ - ૦૪ - ૨૦૨૪ ના રોજ કોર્પોેરેશન દ્વારા વળતર તરીકે ૧૯.૭૧ લાખ ચૂકવી આપવામાં આવે તેવો હુકમ કર્યો છે. જે પૈકી ૭૦ ટકા રકમની એફ.ડી. કરવા તેમજ બાકીની ૩૦ ટકા રકમનો ચેક આપવા જણાવ્યું છે.