નોન પેકેજીંગ ડ્રિંકિંગ વોટરના ધંધાર્થીઓને ત્યાં ત્રીજા દિવસે પણ કોર્પોરેશનનું ચેકિંગ

Updated: Apr 19th, 2024


Google NewsGoogle News
નોન પેકેજીંગ ડ્રિંકિંગ વોટરના ધંધાર્થીઓને ત્યાં ત્રીજા દિવસે પણ કોર્પોરેશનનું ચેકિંગ 1 - image


વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા ત્રણ દિવસથી નોન પેકેજીંગ ડ્રિંકિંગ વોટર એટલે કે જગ દ્વારા પાણીનું વેચાણ કરતા ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કોર્પોરેશનની ખોરાક શાખાની ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમો એ અત્યાર સુધીમાં 32 નોન પેકેજીંગ વોટર યુનિટ અને વોટર જગ યુનિટ માં ચેકિંગ કર્યું છે. શહેરના કલાલી, અટલાદરા ,ગોરવા ,પંચવટી, ઊંડેરા , અલવાનાકા, માંજલપુર, મકરપુરા રોડ, તરસાલી વગેરે વિસ્તારમાં ચેકિંગ કર્યા બાદ ગઈકાલે પણ સપાટો બોલાવ્યો હતો.કારેલીબાગ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, આનંદ નગર, કીશનવાડી, વાઘોડીયા રોડ, ચાણક્ય પુરી, સમા રોડ,વેમાલી ગામ અને અભિલાષા ચાર રસ્તા વગેરે વિસ્તારોમાં ડ્રિકીંગ વોટરનાં યુનીટોમાં  ચેકીંગ કરવામાં આવ્યું હતું. ખાસ તો પાણીની ગુણવત્તા ચકાસવા ઉપરાંત, પાણી ઠંડુ કરવા વપરાતા નાઇટ્રોજનનો ઉપયોગ તેમજ પાણીના વેચાણ પૂર્વે લેબોરેટરી ટેસ્ટ કર્યાનો રિપોર્ટ વગેરે બરાબર છે કે કેમ તેનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પાણીની સાથે સાથે ખાણી પીણીના ધંધાર્થીઓને ત્યાં પણ ચેકિંગ કરીને સ્વચ્છતા જાળવવા નોટિસો આપવામાં આવી રહી છે આ ધંધાર્થીઓને આર ઓ સિસ્ટમ રેકોર્ડ મેન્ટેન કરવા, દર મહિને લેબોરેટરી રિપોર્ટ કઢાવવા તેમજ પાણીની ટાંકી સ્વચ્છ રાખવા સૂચના આપવામાં આવી છે. શહેરના બરાનપુરા વિસ્તારમાં નામદેવ ફરસાણની દુકાનમાં ખાદ્ય પદાર્થમાં જીવાત નીકળવાની ફરિયાદ મળતા ફુડ સેફ્ટી ઓફિસર દ્વારા ઇન્સપેકશનની કામગીરી દ૨મ્યાન સ્વચ્છતાની નોટીસ આપવામાં આવી હતી.


Google NewsGoogle News