Get The App

વડોદરા: પાટીલ ઇફેક્ટ: કોર્પોરેશને એક જ દિવસમાં 79 રખડતા ઢોર ઝડપી રેકોર્ડ બ્રેક કર્યો

Updated: Oct 28th, 2021


Google News
Google News
વડોદરા: પાટીલ ઇફેક્ટ: કોર્પોરેશને એક જ દિવસમાં 79 રખડતા ઢોર ઝડપી રેકોર્ડ બ્રેક કર્યો 1 - image

વડોદરા,તા.28 ઓક્ટોબર 2021,ગુરૂવાર

વડોદરા કોર્પોરેશન દ્વારા રસ્તે રખડતા ઢોરને પકડવાની ટીમ વધારી દેવામાં આવ્યા બાદ ગઇકાલે એક જ દિવસમાં કુલ 79 રસ્તે રખડતા ઢોરો પાંજરે પૂરવામાં આવ્યા હતા. પટેલ સમાજના કાર્યક્રમમાં આવેલા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે રસ્તે રખડતા ઢોર મામલે મેયર કેયુર રોકડિયાને ટકોર કરી હતી કે, રસ્તે રખડતા ઢોર જોવા ન મળે તે પ્રમાણેનું વાતાવરણ ઊભું કરજો.

તેમની આ સૂચનાના પગલે મેયરેએ મ્યુનિસિપલ કમિશનરને ઢોર પકડવાની કામગીરી અસરકારક કરવા આદેશ આપ્યા હતા. જેના પગલે રસ્તે રખડતા ઢોર પકડનારની દૈનિક પાંચ ટીમ હતી તેને વધારીને 11 કરી દેવામાં આવી હતી.

આ ટીમો દ્વારા ગઈકાલથી રસ્તે રખડતા ઢોર પકડવાની કામગીરીમાં વધારો કરી દેવામાં આવતા સવારે પ્રથમ શિપમાં 35થી વધુ જ્યારે રાત્રે અંતિમ શિપમાં 17 મળી દિવસ દરમિયાન કુલ 79 રસ્તે રખડતા ઢોર પકડીને પાંજરે પૂરવામાં આવ્યા હતા. આ આંકડો અત્યાર સુધીનો સર્વોચ્ચ હોવાનું જાણવા મળ્યું છે.

Tags :
VadodaraVMCStrayCattle

Google News
Google News