વડોદરામાં વકીલ મંડળની ચૂંટણી અગાઉ ઉમેદવારના પોસ્ટર ફાટતા વિવાદ
વડોદરા,તા.13 ડિસેમ્બર 2023,બુધવાર
વકીલ મંડળની ચૂંટણીનું ચિત્ર ગઈકાલે સ્પષ્ટ થયું છે. ત્યારે હવે ચૂંટણી પ્રચાર પણ વેગવંતો થવા લાગ્યો છે. પ્રમુખની દાવેદારી માટે હસમુખ ભટ્ટ અને નલિન પટેલ વચ્ચે સીધો જંગ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે પ્રચાર અર્થે કોર્ટ સંકુલ પાસે લગાવવામાં આવેલા ઉમેદવારના બેનર ફાડી નાખવામાં આવ્યા હતા. જેથી હવે આક્ષેપ પ્રતિ આક્ષેપનો દૌર શરૂ થઈ ગયો છે. એવો આક્ષેપ થયો છે કે, ચૂંટણી પ્રચારના જે બેનર ફાટ્યા છે તે ચોક્કસ એક જ ઉમેદવારના ફાટ્યા છે ત્યારે હવે ઉમેદવાર કેવો પ્રહાર કરે છે? તે જોવું રહ્યું.