MV Omani કોન્ટ્રાક્ટરને 32.29 કરોડ ચૂકવવાના હુકમથી વિવાદ: સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ થતાં કોઈ સભ્યએ સહી કરી નહીં
Image Source: Facebook
વડોદરા, તા. 23 માર્ચ 2024 રવિવાર
આઈએએસ અને નેતાઓના આશીર્વાદથી વડોદરા કોર્પોરેશનમાં વીવાદાસ્પદ એમ.વી. ઓમની કોન્ટ્રાક્ટરને રૂ.569 કરોડના મકાનો બાંધવાના કોન્ટ્રાક્ટ પધરાવી દેવામાં આવ્યા હતા હવે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને કોન્ટ્રાક્ટર એમ.વી.ઓમનીને રૂ. 32.29 કરોડ ચૂકવવા આરબી ટ્રેટરએ એવોર્ડ આપ્યો છે ઓમની એ નુર્મ યોજના અંતર્ગત શહેરી ગરીબો માટેના મકાનો બનાવવાની કામગીરી કરી હતી ત્યારે તેઓ અનેકવાર વિવાદમાં આવ્યા હતા જેને કારણે કોર્પોરેશનને અવારનવાર નોટિસો પણ આપી હતી અને છેલ્લે તેઓને બ્લેકલિસ્ટ કરી અધૂરી રહેલી કામગીરી અન્ય કોન્ટ્રાક્ટરો પાસે કરાવવામાં આવી હતી જે અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં ગઈકાલે રજૂ થતા ઉપસ્થિત રહેલા તમામ સભ્યોએ સહી કરવાની સ્પષ્ટ ના પાડી દેતા આખરે દરખાસ્ત પરત ખેંચી આ અંગે નિર્ણય કરવા તારીખ 26 ના રોજ સ્થાયી સમિતિની તાકીદ ની બેઠક બોલાવવાનું નક્કી થયું હતું.
વિવાદાસ્પદ કોન્ટ્રાક્ટર એમવી ઓમની એ ગાંધીનગર સ્થિત રાજકીય નેતાઓ અને કેટલાક આઈએએસ અધિકારીઓના આશીર્વાદથી વડોદરા જ નહીં પરંતુ ગુજરાતમાં ગરીબોની આવાસ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનો બાંધવાના કોન્ટ્રાક્ટ મેળવતા ગયા હતા એટલું જ નહીં તેઓએ ક્વોલિટી જાળવી નહીં અને હલકી કક્ષાના મકાનો બાંધ્યા હતા જેથી તેઓને બ્લેકલિસ્ટ કર્યા હતા હવે તેને રૂપિયા 32 કરોડ ચૂકવવાનો હુકમ થતા ફરી તેને વડોદરા કોર્પોરેશન દ્વારા રેડ કાર્પેટ પાથરીને આવકારવામાં આવશે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
વડોદરા કોર્પોરેશન દ્વારા યોજના અંતર્ગત ગરીબોની આવાસ યોજના મુખ્યમંત્રી આવાસ યોજના અને રાજીવ ગાંધી આવાસ યોજનાના વિવિધ વિસ્તારોમાં કુલ ૫૬૯ કરોડના ખર્ચે 6870 મકાનો બાંધવા ના કોન્ટ્રાક્ટ mgoom ની આપવામાં આવ્યા હતા કોર્પોરેશનમાં ઓમની દ્વારા જે મકાનો બાંધવામાં આવ્યા તેમાં અનેક મકાનોની સ્કીમમાં હલકી કક્ષાના મકાનો બાંધતા એમબી ઓમની સામે વિવાદ ઉભો થયો હતો હલકી કક્ષાની કામગીરી અને સમય મર્યાદા કરતા પણ વધુ સમય આપ્યો છતાં કામો અધૂરા રાખવામાં આવ્યા હતા જેથી ગરીબ મધ્યમ વર્ગને બે થી ત્રણ વર્ષ સુધી મકાનો આપવામાં વિલંબ થયો હતો. જેથી તે સમયના કમિશનરે તેઓને તાત્કાલિક અસરથી બ્લેક લિસ્ટ કરવાનો નિર્ણય કર્યો હતો અને અધૂરી કામગીરી અન્ય કોન્ટ્રાક્ટરો પાસે કરાવવાનો વારો આવ્યો હતો.
કોન્ટ્રાક્ટર ઉમ્મીને રૂપિયા 32.29 કરોડ ચૂકવવાનો હાર્દિકનો એવોર્ડ જાહેર થતાં તે અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં ગઈકાલે રજૂ થઈ હતી જેથી તે વધારાના કામમાં રજૂ કરવામાં આવતા ભાજપમાં રહેલી જૂથબંધીને કારણે સ્થાયી સમિતિના ઉપસ્થિત તમામ સભ્યોએ દરખાસ્ત પર સહી કરવાની સ્પષ્ટ ના પાડી દેતા ચેરમેન વિમાસણમાં મુકાઈ ગયા હતા તેમણે સભ્યોને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે શહેર પ્રમુખની સૂચના છે તેમ છતાં સભ્યોએ સંકલન સમિતિ મળ્યા બાદ જ નિર્ણય લેવાશે તેમ જણાવતા આખરે તારીખ 26 એ ફરી સ્થાયી સમિતિની બેઠક બોલાવવાનું નક્કી થયું હતું.