વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના EWSના મકાનોનો ડ્રો એક વર્ષથી નહીં થતાં વિવાદ

Updated: Oct 14th, 2023


Google NewsGoogle News
વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના EWSના મકાનોનો ડ્રો એક વર્ષથી નહીં થતાં વિવાદ 1 - image

વડોદરા,તા.14 ઓક્ટોબર 2023,શનિવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગરીબ મધ્યમ વર્ગને રાહત દરે પ્રધાનમંત્રી આવાસ મળી રહે તે માટે એક વર્ષ પૂર્વે ઓનલાઇન ફોર્મ ભરાવવામાં આવ્યા હતા પરંતુ હજી સુધી મકાનોનો ડ્રો કરવામાં આવ્યો નથી જેથી મધ્યમ અને ગરીબ વર્ગના લોકો મકાનનો ડ્રો થાય તે માટે ચાતક નજરે રાહ જોઈને બેઠા છે. અત્રે યાદ આપવું જરૂરી છે કે,એક વર્ષ અગાઉ કોર્પોરેશન દ્વારા મકાનોનો ડ્રો કરવામાં આવ્યો હતો જેમાં ભાજપના જ એક કોર્પોરેટરના ઇશારે યાદી બદલી નાખવામાં આવી હતી જેનો મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો ત્યારબાદ કોર્પોરેશન દ્વારા ડ્રોની પદ્ધતિમાં ફેરફાર કરવાનો નક્કી કર્યું હતું અને રાજ્ય સરકાર નું માર્ગદર્શન મેળવી તેઓ દ્વારા જે રીતે ડ્રો કરવામાં આવે છે તે પ્રમાણે ડ્રો કરવાનું નક્કી થયું હતું. જેથી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભૂતકાળની જેમ કૌભાંડ થાય નહીં તેની તકેદારી રાખવામાં આવનાર છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ના ઇકોનોમિક વિકર સેકસન ( ઇડબલ્યુએસ) ના મકાનો માટે ઓનલાઇન અરજી ફોર્મ સ્વીકારવાની શરૂઆત ગત વર્ષે તારીખ 22-10-2022 ના રોજ કરવામાં આવી હતી અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 જાન્યુઆરી 2023 હતી તે દરમિયાનમાં કોર્પોરેશનને 2152 મકાનના ડ્રો માટે કુલ 6930 ફોર્મ મળ્યા હતા.

પ્રધાનમંત્રી આવાસ યોજના ના ઇડબલ્યુએસ મકાનની સ્કીમમાં કલાલી વિસ્તારમાં 1,900 મકાન માટે 2000 ફોર્મ આવ્યા હતા જ્યારે હરણી ના 58 મકાન માટે 2,500 ફોર્મ સુભાનપુરાના 74 મકાન માટે 1,400 ફોર્મ અને ગોત્રી વિસ્તારમાં 120 મકાન માટે 1030 ફોર્મ આવ્યા હતા.

આ ફોર્મમાંથી કેટલાક લોકોના ફોર્મ કેન્સલ પણ થયા છે અને કુલ 6930 ફોર્મ નો ડ્રો કરવામાં આવનાર હતો પરંતુ એક વર્ષથી વધુ સમય થઈ ગયો છતાં ગરીબ મધ્યમ વર્ગ માટેના EWS મકાનોનો ડ્રો કરવામાં વિલંબ થઈ રહ્યો છે.


Google NewsGoogle News