પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કોન્ટ્રાક્ટર દ્વારા 5 લિફ્ટ ઓછી મૂકવામાં આવતા વિવાદ : વડોદરા કોર્પોરેશન હવે અન્ય કોન્ટ્રાક્ટર પાસે કામગીરી કરાવશે

Updated: Jul 4th, 2024


Google NewsGoogle News
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કોન્ટ્રાક્ટર દ્વારા 5 લિફ્ટ ઓછી મૂકવામાં આવતા વિવાદ : વડોદરા કોર્પોરેશન હવે અન્ય કોન્ટ્રાક્ટર પાસે કામગીરી કરાવશે 1 - image


Vadodara PMAY Controversy : વડોદરા શહેરના સયાજીપુરા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં મકાનો બંધાઈ ગયા પરંતુ કોન્ટ્રાક્ટરે 15 લિફ્ટની વ્યવસ્થાને બદલે માત્ર 10 લિફ્ટ લગાવી હતી અને તેનું મેન્ટેનન્સ પણ કરવામાં નિષ્કારજી રાખવામાં આવી હતી. લિફ્ટની જરૂરી સુવિધા નહીં મુકતા વિવાદ સર્જાયા હતો. ત્યારબાદ હવે નવેસરથી નવી પાંચ લિફ્ટની કામગીરી અને મેન્ટેનન્સ માટેનું કામ સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવ્યું છે.

અત્રે યાદ આપવું જરૂરી છે કે સયાજીપુરા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેનારા લોકોને પૂર્તિ લિફ્ટની સુવિધા નહીં હોવા અંગે ભાજપના જ કોર્પોરેટર અજીત બધી જ દ્વારા અવારનવાર રજૂઆતો થતી રહી હતી. પરંતુ તંત્ર દ્વારા વહેલી તકે કાર્યવાહી કરવામાં આવતી ન હતી. હવે મોડે મોડેથી કોન્ટ્રાક્ટર દ્વારા પાંચ લિફ્ટ મૂકી ન હતી તેનું કામ અન્ય કોન્ટ્રાક્ટર પાસેથી કરાવવાનું નક્કી થયું છે. સાથે-સાથે 10 લિફ્ટનું મેન્ટેનન્સ કરવામાં આવતું નથી તેનો ખર્ચ અગાઉના કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલ કરી નવા કોન્ટ્રાક્ટર પાસે મેન્ટેનન્સનું કામ કરાવવા અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ થઈ છે.

એફોર્ડેબલ હાઉસીંગ વિભાગના પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મોજે, સયાજીપુરા ટી.પી 02, એફ.પી-53/2 ના પ્લોટ પર ઇજારદાર એ.ડી.આર.પટેલ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લી નાં ખર્ચે અને જોખમે રેસીડેન્સીઅલ ટાવરોમાં 15 લિફટ પૈકી બાકી 5 (પાંચ) લિફ્ટ ઇંસ્ટોલ કરવા છઠા પ્રયત્ને ભાવપત્ર મંગાવતા  ઈજારદાર ટેકનો ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી દ્વારા ઓફર ભરેલ જે રૂ.65,00,000 ના  ભાવપત્રને મંજૂરી મળવા. તેમજ ઈજારદાર ડી.આર.પટેલ.ઇન્ફ્રા.વડોદરા દ્વારા સ્થળે રેસીડેન્સીઅલ ટાવરમાં બેસાડેલ કૂલ 10 લીફ્ટોનું મેઇન્ટેનન્સ ન કરવાના કિસ્સામાં તેઓના ખર્ચે અને જોખમે લિફ્ટ કંપની ટેકનો ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી પાસે આપેલ ક્વોટેશન મુજબ તા.13.08.2023 થી તા.12.03.2026 સુધી લિફ્ટ નિભાવણી કરવા કૂલ રૂ.17,96,373/-મળી કૂલ રૂ.82,96,373/-નાં ભાવનું ટેન્ડર સ્થાયી સમિતિમાં રજુ કરવામાં આવ્યું છે.


Google NewsGoogle News