એમ. એસ. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનિઓને હોસ્ટેલ વોર્ડન દ્વારા ધમકાવવામાં આવતા નવો વિવાદ

Updated: Jul 1st, 2024


Google NewsGoogle News
એમ. એસ. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનિઓને હોસ્ટેલ વોર્ડન દ્વારા ધમકાવવામાં આવતા નવો વિવાદ 1 - image


એમ.એસ.યુનિવર્સિટીની હોસ્ટેલમાં પ્રવેશની સાથે આખા વર્ષની મેસ ફી ફરજિયાત ભરવાનો નિર્ણય આખરે વિદ્યાર્થીઓના ઉગ્ર આંદોલના કારણે યુનિવર્સિટી સત્તાધીશો એ પરત ખેંચવાની ફરજ પડી છે. જો કે સત્તાના મદમાં ફરી રહેલા સત્તાધીશો હવે આંદોલનમાં સક્રિય વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ને ટાર્ગેટ કરીને ધમકીઓ આપવાનું શરૂ કરતાં નવો વિવાદ ઉભો થયો છે. 

વિદ્યાર્થીઓ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કે કાલથી ગર્લ્સ હોસ્ટેલના વોર્ડન દ્વારા વિદ્યાર્થીનીઓ ને ઓફિસમાં બોલાવીને ધમકાવવામાં આવી રહી છે અને આકરા પગલા લેવાની પણ ધમકી આપવામાં આવી રહી છે. 

એમ. એસ. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનિઓને હોસ્ટેલ વોર્ડન દ્વારા ધમકાવવામાં આવતા નવો વિવાદ 2 - image

આંદોલન માટે વિદ્યાર્થીઓ એ બનાવાયેલા વિવિધ વોટ્સ્અપ ગ્રુપમાં વાયરલ સ્ક્રીન શોટ દર્શાવે છે કે યુનિવર્સિટી સત્તાધીશો વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ ઉભો કરવા માગે છે. 

ઉલ્લેખનીય છે કે  વિદ્યાર્થીઓ એ વાઈસ ચાન્સેલરના ઘરમાં ઘૂસીને કરેલા ઉગ્ર આંદોલનના કારણે ફરજીયાત મેસ ફીનો નિર્ણય પાછો ખેંચવો પડયો છે. દરમિયાન શનિવારે સાંજે વાઈસ ચાન્સેલરે તમામ હોસ્ટેલના વોર્ડનની બેઠક બોલાવી હતી અને આંદોલન કરનાર વિદ્યાર્થીઓ સામે આકરા પગલા લેવા માટે સૂચના આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને શોધી કાઢવા માટે આંદોલન સમયના વિડિયો મંગાવીને જોવામાં આવ્યા હતા અને વોર્ડનોને  વાઈસ ચાન્સેલરે આદેશ આપ્યો હતો કે, આંદોલનમાં સામેલ જે પણ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા હોય તેમને ઓળખી કાઢવામાં આવે.જેથી તેમની સામે કાર્યવાહી કરવા માટે કમિટિ બનાવી શકાય.સાથે સાથે વાઈસ ચાન્સેલરે વોર્ડનનો તતડાવ્યા હતા કે, તમારાથી તમારા હોલના વિદ્યાર્થીઓ કંટ્રોલ નથી થતા. અયોગ્ય નિર્ણય અને ન્યાય માટે ઉઠાવેલા વિધાર્થીઓના અવાજ ને દબાવવાના યુનિવર્સિટી સત્તાધીશોના પ્રયાસથી નવો વિવાદ વકર્યો છે.


Google NewsGoogle News