વડોદરાઃયાત્રાધામ કરનાળીની આંગણવાડીમાં બાળકોને અન્ય ધર્મનું શિક્ષણ આપવાનો વિવાદઃ તપાસનો આદેશ
વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતના નેજા હેઠળની રાજ્ય સરકાર દ્વારા સંચાલિત કરનાળીની આંગણવાડીમાં બાળકોને અન્ય ધર્મનું શિક્ષણ આપવાના મુદ્દે વિવાદ થતાં જિલ્લા વિકાસ અધિકારીએ તપાસનો આદેશ આપ્યો છે.
વડોદરા જિલ્લાના પ્રસિધ્ધ યાત્રાધામ કરનાળીમાં રાજ્ય સરકારની ગ્રાન્ટથી નાના બાળકો માટે આંગણવાડી ચલાવવામાં આવે છે.જેની સીધી દેખરેખ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયદના આઇસીડીએસ વિભાગ દ્વારા કરવામાં આવે છે.
પૂર્વ પ્રાથમિક શિક્ષણના પ્રાથમિક સ્કૂલોમાં જવાની ઉંમરે નહિં પહોંચેલા બાળકોને આંગણવાડીમાં ગમ્મત સાથે જ્ઞાાન આપવામાં આવે છે.આવા બાળકોના આરોગ્યની પણ તકેદારી લેવામાં આવતી હોય છે.
પરંતુ કરનાળીની આંગણવાડીમાં બાળકોને બિનહિન્દુ ધર્મનું શિક્ષણ આપવામાં આવતું હોવાનો વીડિયો વાયરલ થતાં ઊહાપોહ થયો છે. આંગણવાડીની સંચાલિકા હિન્દુ હોવાનું જાણવા મળ્યું છે.પરંતુ વીડિયો વાયરલ થતાં રાજકીય મોરચે પણ ઉગ્ર પ્રત્યાઘાત પડયા છે.જેને પગલે જિલ્લા વિકાસ અધિકારીએ આઇસીડીએસના અધિકારીને તાકિદે તપાસ કરી અહેવાલ મંગાવ્યો છે.