ફતેગંજ અકસ્માત કેસમાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સયાજી હોસ્પિટલમાંથી રજા આપવાના મુદ્દે વિવાદ
સર્જરી કર્યાના ૨૪ કલાક પણ ઇજાગ્રસ્તને દાખલ નહીં રાખી ડિસ્ચાર્જ કરી દીધો
વડોદરા,ફતેગંજ ચાર રસ્તા પાસે કારની અડફેટે ઇજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીને સર્જરી કર્યાના ૨૪ કલાક પણ દાખલ નહીં રાખી ડિસ્ચાર્જ કરી દેતા વિવાદ સર્જાયો છે.
રવિવારે સાંજે ફતેગંજ ચાર રસ્તા પાસે ટુ વ્હીલર લઇને જતા જુનિયર ડોક્ટર અને તેના મિત્રને કાર ચાલક કુશ રાજેશભાઇ પટેલે ( રહે.મુક્તિધામ સોસાયટી, ન્યૂ સમા રોડ) અડફેટે લીધા હતા. ત્યારબાદ તે ભાગી ગયો હતો. પરંતુ,લોકોએ પીછો કરીને તેને ઝડપી ફતેગંજ પોલીસને હવાલે કર્યો હતો.
ટુ વ્હીલર પર જતા બરોડા મેડિકલ કોલેજમાં ફિઝિયોથેરાપિમાં અભ્યાસ કરતા પુષ્પક રમેશભાઇ તથા ફાઇન આર્ટ્સમાં ભણતા નૈમિકને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નૈમિકને હાથમાં ફ્રેક્ચર થયું હતું. સર્જરી કર્યાના ૨૪ કલાક પહેલા જ તેને રજા આપી દેતા વિવા સર્જાયો છે. જેના કારણે ફરીથી તેને દાખલ કરવામાં આવ્યો છે.