વડોદરામાં નજરબાગ પેલેસ ફરી વિવાદમાં: કોમર્શિયલ કોમ્પ્લેક્સની સાથે ફ્લેટની સ્કીમ બાંધવાની પેરવી વિરુદ્ધ રહીશોની સહી ઝુંબેશ
Nazarbaug Palace in Vadodara :વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં આવેલા નજર બાગ પેલેસના સ્થાને કોમર્શિયલ કોમ્પ્લેક્સ બંધાયું છે ત્યારબાદ હવે નજરબાગ પેલેસની ખુલ્લી જમીનમાં ફ્લેટની સ્કીમ મૂકવાની બિલ્ડર દ્વારા પેરવી થઈ રહી છે જેનો વિરોધ સ્થાનિક રહીશોએ શરૂ કર્યો છે અને સહી ઝુંબેશ શરૂ કરી આ વિસ્તારમાં રહેઠાણની સ્કીમને મંજૂરી આપવી નહીં તેવી માંગણી શરૂ થઈ છે જે અંગે સહી ઝુંબેશ બાદ કોર્પોરેશન અને કલેક્ટરમાં હજુ વાત કરવામાં આવશે તેમ જાણવા મળે છે.
વડોદરાનો ચાર દરવાજા વિસ્તાર કે જેમાં વારંવાર કોમી તંગદીલી છવાય છે તેવો અતી સંવેદનશીલ વિસ્તાર છે. ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાન પર લેતા ચાર દરવાજા વિસ્તાર પૈકી પાણીગેટ તથા યાકુતપુરા વિસ્તારમા મોટા ભાગે લઘુમતી કોમના લોકોની મીલકતો આવેલી છે. તેમજ આ ચાર દરવાજા વિસ્તારની અંદર ઐતીહાસિક માંડવીનો દરવાજો આવેલ છે. જે માડવી દરવાજાની સામે વડોદરા શહેરના રાજા શ્રીમંત મહારાજા ફતેસિંહરાવ ગાયકવાડનો નઝરબાગ પેલેસ આવેલ હતો જે નઝરબાગ પેલેસમાં વડોદરા શહેરના રાજાનું રહેઠાણ આવેલ હતુ. જે નઝરબાગ પેલેસને કેટલાંક બીલ્ડરો ધ્વારા સરકાર ગાયકવાડ સાથે મેળાપીપણુ કરીને અને તેઓને ગેરમાર્ગે દોરીને નઝરબાગ પેલેસ કે જે માડવી દરવાજાની લગોલગ આવેલ છે તે પેલેસ તોડી નંખાવી જમીન દોસ્ત કરાવી દીધો હતો. જે નઝરબાગ પેલેસ જમીન દોસ્ત થયા બાદ ગાયકવાડ એસ્ટેટના વહીવટકર્તાઓએ ઓ.એન.એસ.બિલ્ડટેકના વહીવટકર્તા હિંમતભાઈ માધવજી પટેલને વેચાણ કરી દીધો છે. આ હીમંતભાઈ માધવજી પટેલે વડોદરા મહાનગર પાલિકાની કચેરીએ બાંધકામ પરવાનગી શાખામાંથી રજા ચીઠી નં. વોર્ડ 1/16/2018-19, તા.19/4/2018 ના રોજ કોર્મશિયલ હેતુની રજાચીઠી મેળવી હતી છે. જે રજાચીઠી મેળવ્યા બાદ તેના માલીકોએ ધ નઝરબાગ પેલેસએ નામની કોમર્શિયલ સ્કીમનું આયોજન કર્યું હતું. જે આયોજન કર્યા બાદ તેઓએ નઝરબાગ પેલેસની યોજનામાં કોર્મશિયલ હેતું. અધુરૂ બાંધકામ કરી નઝરબાગ પેલેસના પાછળના ભાગમાં યાને કે માડવીથી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાના જવાના માર્ગ ઉપર તથા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાની બાજુની ગલીમાં વિજય વલ્લભ સાર્વજનિક હોસ્પીટલ થઈ ચંદનગર જવાના માર્ગ ઉપર નઝરબાગ પેલેસ મોલની પુર્વ દિશા તરફ રજા ચિઠ્ઠી મેળવ્યા બાદ હેતુફેર કરી કોર્મશિયલ શોપીંગ સેન્ટરની જગ્યાએ રહેણાંક ફલેટો બનાવવાની પેરવી ચાલી રહી છે. જે રહેણાંક ફલેટોનું આયોજન દર્શાવતા ફોટાગ્રાફસ તેમજ તેના આંતરીક નકશાઓની મંજૂરી માટે કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગમાં રજૂ કર્યા હોવાનું જાણવા મળે છે. ઓ.એન.એસ.બિલ્ડ ટેકના વહીવટકર્તાઓએ રજા ચિઠ્ઠીની પરમીશનનો દુરપયોગ કરી તથા હેતુફેર કરી બાંધકામ પરવાનગીથી વિપરીત બાંધકામ કરી રહયા છે જે બાંધકામ સામે નઝરબાગ પેલેસ મોલની આજુબાજુના રહીશોએ વિરોધ શરૂ કર્યો છે. સ્થાનિક રહીશોએ જણાવ્યું છે કે ચાર દરવાજા વિસ્તારમાં અનેક હિન્દુ સંપ્રદાયના મંદિરો તેમજ ધાર્મિક સ્થાનો આવેલા છે અને આ નજરબાગ પેલેસમાં જો રહેણાંકની સ્કીમ તૈયાર થશે તો તેમાં વધુ લઘુમતી કોમના લોકો જ ખરીદી કરશે જેને કારણે આ વિસ્તાર વધુને વધુ અતિ સંવેદનશીલ બનતો જશે જેથી આ બિલ્ડરને પ્લેટો બાંધવાની સ્કીમને મંજૂરી આપવી જોઈએ નહીં.