વિવાદાસ્પદ કોન્ટ્રાક્ટર રણજીત બિલ્ડકોનને ફરી ત્રણ ફ્લાય ઓવરના કામ પધરાવી દેવાનો કારસો: વધુ ભાવના ટેન્ડર થી રૂ. 50.97 કરોડનો ફાયદો

Updated: Mar 4th, 2024


Google NewsGoogle News
વિવાદાસ્પદ કોન્ટ્રાક્ટર રણજીત બિલ્ડકોનને ફરી ત્રણ ફ્લાય ઓવરના કામ પધરાવી દેવાનો કારસો: વધુ ભાવના ટેન્ડર થી રૂ. 50.97 કરોડનો ફાયદો 1 - image


Image Source: Freepik

વડોદરા, તા. 04 માર્ચ 2024 સોમવાર

વડોદરામાં અટલબ્રિજ હોય કે અન્ય જે બ્રિજ રણજીત બિલ્ડકોન નામના કોન્ટ્રાકટરે બનાવ્યા છે તે બ્રિજ અવાર- નવાર વિવાદમાં આવ્યા છે. એટલું જ નહીં અગાઉ પરપ્રાંતમાં બ્લેકલિસ્ટ થયા ત્યારે વિવાદમાં આવેલા રણજીત બિલ્ડકોનને ત્રણ ફલાય ઓવરના રૂા.૨૧૦.૨૭ કરોડના કામો તે પણ વધુ ભાવના હોવાથી રૂા.૫૦.૯૭ કરોડની રકમ વધારાની ચૂકવવાનો વારો આવ્યો છે. શહેરના અટલબ્રિજ, લાલબારબ્રિજ સહિતના કેટલાક બ્રિજ રણજીત બિલ્ડકોને બનાવ્યા છે. ત્યારે હલકી કક્ષાની કામગીરીના આક્ષેપો અવાર-નવાર થતા રહ્યા છે તેમ છતાં કોર્પોરેશનમાં બ્રિજના કામોમાં રાજકમલ બિલ્ડર્સ અને રણજીત બિલ્ડકોન રીંગ કરીને ટેન્ડર ભરતા હોય છે જેને કારણે કોર્પોરેશનના અંદાજ કરતા વધુ ભાવના ટેન્ડરો આવતા હોય છે જેને ભાજપના કેટલાક ઓગેવાનોના આશીર્વાદ હોવાથી તાત્કાલીક મંજૂરી પણ આપી દેવામાં આવે છે. વૃંદાવન ચાર રસ્તા પર ફલાય ઓવર બનાવવાનો અંદાજ રૂા.૪૯.૦૬ કરોડ હતો પરંતુ રણજીત બિલ્ડકોને રૂા.૬૪.૭૬ કરોડનું ટેન્ડર ૩૨ ટકા વધુનું ભરતા રૂા.૧૫,૭૦ કરોડ વધારાના ચૂકવવાનો વારો આવશે. સરદાર એસ્ટેટ ચાર રસ્તા પાસે ફલાય ઓવરનો અંદાજ રૂા.૫૦.૬૨ કરોડ હતો તેનું ટેન્ડર રણજીત બિલ્ડકોને રૂા.૬૬.૮૨ કરોડનું ૩૨ ટકા વધુ ભાવનું ભરતા રૂા.૧૬.૨૦ કરોડ વધુ ચૂકવવામાં આવશે. એજ પ્રમાણે ખોડિયાર નગર ચાર રસ્તાના ફલાય ઓવરનો અંદાજ રૂા.૫૯.૬૧ કરોડનો હતો પરંતુ રણજીત બિલ્ડકોને રૂા.૭૮.૬૯ કરોડનું ટેન્ડર ૩૨ ટકા વધુ ભાવનું ભરતા કોર્પોરેશને રૂા.૧૯.૦૮ કરોડ વધારાના ચૂકવશે જેથી કોર્પોરેશનને બધા મળીને રૂા.૫૦.૯૭ કરોડનો આર્થિક બોજો પડશે.


Google NewsGoogle News