પ્રધાનમંત્રી માતૃ વંદનાના લાભાર્થીઓને છેતરવા માટે ફ્રોડકોલનો સિલસિલો
ગ્રામજનો-લાભાર્થીઓને સાવધાન કરવા માટે તંત્રને સુચના
આરોગ્ય વિભાગમાંથી લાભ આપવામાં આવશે તેમ કહીને ઓટીપી લઇને બેંકમાંથી રૃપિયા ઉપડી જતા હોવાની ફરિયાદ
ગાંધીનગર : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની લાભાર્થીઓને આપવામાં આવતી વિવિધ યોજનાઓ અંતર્ગત નાણાકીય સહાય આપવામાં આવે છે. જેમાની પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના-નમોશ્રી યોજના અંતર્ગત ઘણા ગૃ્રપ કે વ્યક્તિઓ દ્વારા લાભાર્થીઓને ફોન કરીને યોજાનો લાભ મળ્યો છે કે નહીં ? અને ના મળેલ હોય તો અમે આપને લાભ અપાવી આપીશુ તેવું કહીં લાભાર્થીના આધારકાર્ડ, બેન્કની વિગત તેમજ ઓટીપી માંગવામાં આવે છે.એટલુ જ નહીં,લાભાર્થીના બેંક ખાતામાંથી નાણા ઉપડી ગયાના કિસ્સાઓ જિલ્લા-કોર્પોરેશનમાંથી જાણવા મળ્યો છે.
જેના પગલે આરોગ્ય તંત્ર દ્વારા ખાસ ગાઇડલાઇન જાહેર કરીને
અને લાભાર્થીઓને આ પ્રકારે ઓટીપી કોઇને નહીં આપવા માટે સુચન કરવામાં આવ્યું
છે.રાજ્યકક્ષાએથી આવી કોઇ પણ વિગતો માંગવામાં આવતી નથી તેઓ આરોગ્ય તંત્રએ ખુલાસો
કર્યો છે. એટલુ જ નહીં, જિલ્લા
કે કોર્પોરેશનમાં એફએચડબલ્યુ-આશા દ્વારા પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના કે
નમોશ્રીના તમામ લાભાર્થીઓને આવા ફ્રોડકોલ અંગે બિનચૂક માહિતગાર કરવા માટે પણ
આરોગ્ય તંત્રએ લેખિતમાં સુચના આપી છે. આ અંગે જિલ્લા-કોર્પોરેશન દ્વારા તમામ આશા
દ્વારા લાભાર્થી સુધી પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અમલીકરણની વિગતો દરમ્યાન
અવશ્ય આપવા માટે પણ કહેવામાં આવ્યુ છે.એટલુ જ નહીં, આ બાબતે નિષ્કાળજી દાખવનાર કર્મચારી અધિકારી સામે પણ પગલાં
લેવા માટે પરિવાર કલ્યાણ વિભાગના અધિક નિયામકે લેખિતમાં તમામ જિલ્લા આરોગ્ય
અધિકારી અને કોર્પોરેશનના મેડિકલ ઓફિસર ઓફ હેલ્થને સુચના આપવામાં આવી છે.