Get The App

વડોદરાઃ લાંછનપુરા ગામે મહી નદીમાં 200 જેટલા યુવક-યુવતીઓ ડૂબ્યા છે,429 કરોડનો વિયર બનતાં બનાવો અટકશે

Updated: Oct 18th, 2024


Google NewsGoogle News
વડોદરાઃ લાંછનપુરા ગામે મહી નદીમાં 200  જેટલા યુવક-યુવતીઓ ડૂબ્યા છે,429 કરોડનો વિયર બનતાં બનાવો અટકશે 1 - image

વડોદરાઃ વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં મહી વિયરના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવનાર છે ત્યારે આ પ્રોજેક્ટ સાકાર લેતાં લાંછનપુરાનું લાંછન હંમેશા માટે દૂર થાય તેમ લાગી રહ્યું છે.

સાવલી તાલુકાના પોઇચા-કનાડા બ્રિજ પાસે રૃ.૪૨૯ કરોડના ખર્ચે વિશાળ મહી વિયર બનવાના પ્રોજેક્ટ સાકાર લે તે માટે આવતીકાલે મુખ્યમંત્રી સાવલી આવનાર છે.આ પ્રોજેક્ટ ત્રણ વર્ષે પુરો થશે અને તેને કારણે ૧૯ કિમી વિસ્તારમાં ૪૯ જેટલા ગામોને સિંચાઇનો લાભ મળશે અને ૪૯૦ કુવા રીચાર્જ થતાં ભૂગર્ભ જળ ઉંચુ આવશે.

આ વિયરને કારણે લાંછનપુરા ખાતે ડૂબવાના વારંવાર બનતા બનાવો પણ અટકશે.હાલમાં લાંછનપુરાની નદીમાં બહારથી પાણી છીછરું દેખાતાં યુવક-યુવતીઓ નાહવા જાય છે પણ પગ મૂકતાં જ અંદર ઊંડા પાણીમાં ગરકાવ થઇ જવાના બનાવો બની રહ્યા છે.અત્યાર સુધીમાં ૧૫૦ થી ૨૦૦ જેટલા ડૂબવાના બનાવો બન્યા છે.ધારાસભ્યનું કહેવું છે કે,વિયર બનવાથી લાંછનપુરામાં પાણી ભરાશે અને નાહવા નહિ જઇ શકાય.જેથી આવા બનાવો અટકશે.


Google NewsGoogle News