વડોદરામાં લોકસભાના ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરુદ્ધ બેનર લગાડનાર કોંગ્રેસના કાર્યકર્તાની CCTV ફૂટેજ આધારે અટકાયત

Updated: Mar 20th, 2024


Google NewsGoogle News
વડોદરામાં લોકસભાના ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરુદ્ધ બેનર લગાડનાર કોંગ્રેસના કાર્યકર્તાની CCTV ફૂટેજ આધારે અટકાયત 1 - image

વડોદરા,તા.20 માર્ચ 2024,બુધવાર

લોકસભાના ઉમેદવાર અને સાંસદ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ મોડી રાત્રિ દરમિયાન કારેલીબાગ વિસ્તારમાં પાંચ થી છ જગ્યાએ બેનર લગાવવામાં આવ્યા હતા. તેના સીસીટીવી ફૂટેજ મેળવીને પોલીસે તપાસ હાથ ધરતા એક વ્યક્તિની અટકાયત કરી છે. જે કોંગ્રેસનો કાર્યકર હોવાનું જાણવા મળે છે તેની પોલીસે પૂછપરછ હાથ ધરી છે.

લોકસભાના વડોદરા બેઠકના ઉમેદવાર વિરુદ્ધ કારેલીબાગ વિસ્તારની ગાંધીપાર્ક અને જાગૃતિ સોસાયટી પાસે ટેમ્પોમાં બેનર લઈને બે યુવક આવતા હતા અને તેઓએ જ જાતે બેનર લગાવતા સીસીટીવી ફૂટેજ આવ્યા સામે આવ્યા છે. જે આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત થઈ હતી અને તે કોંગ્રેસનો કાર્યકર હોવાનું બહાર આવ્યું છે. અન્ય બે બાઈક સવાર યુવાનો પણ તેમની સાથે હોવાનું પણ જાણવા મળે છે.

 ક્રાઇમ બ્રાન્ચે બેનર લગાડનાર યુવા ચહેરાની શોધખોળ શરૂ કરતા પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી છે અને તે કોંગ્રેસનો કાર્યકર હોવાનું બહાર આવ્યું છે.


Google NewsGoogle News