Get The App

વડોદરાના વાઘોડિયા રોડ પર અગરબત્તી કરવાના મામલે પાડોશી વચ્ચે તકરાર, સામ-સામે ફરિયાદ દાખલ

Updated: Jul 20th, 2024


Google NewsGoogle News
વડોદરાના વાઘોડિયા રોડ પર અગરબત્તી કરવાના મામલે પાડોશી વચ્ચે તકરાર, સામ-સામે ફરિયાદ દાખલ 1 - image


Vadodara Crime News : વડોદરામાં વાઘોડિયા રોડ ઉપર વૈકુંઠ ચાર રસ્તા પાસે રુદ્રાક્ષ એલીગન્સમાં રહેતા ભારતીબેન મંથનભાઈ પટેલે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે સાંજે 7:00 વાગે હું મારા ઘરની બહાર અગરબત્તી કરી મારા ઘરમાં ગઈ હતી. અમારી સામે રહેતા રીપલભાઈ શાહ તથા તેમના પત્ની સ્નેહાબેને બૂમો પાડીને કહ્યું કે તું અગરબત્તી હમણાંને હમણાં હટાવો.. મેં તેઓને કહ્યું કે અગરબત્તી પૂરી થઈ જાય એટલે હટાવું છું. મારી વાત સાંભળીને તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ચપ્પલ વડે અગરબત્તી ફેંકી દઈ મને ગાળો બોલવા લાગ્યા હતા. અહીંયા અગરબત્તી મૂકવાની નથી અમને તકલીફ થાય છે તેમ કહીને મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જ્યારે સામે પક્ષે રીપલભાઈએ ભારતીબેન સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે અગરબત્તી બાબતે ઝઘડો થતાં તેઓએ મને ગાળો બોલી થાય તે કરી લો હું તારી પત્નીની ડીલીવરી પણ નહીં થવા દઉં તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.


Google NewsGoogle News