સંતાન નહીં થતા ફિઝિયોથેરાપિસ્ટ દંપતી વચ્ચે તકરાર
અન્ય મહિલા ફિઝિયોથેરાપિસ્ટ સાથે પતિને આડાસંબંધ હોવાનો આક્ષેપ
વડોદરા,સંતાન નહીં થતા મહિલા ફિઝિયોથેરાપિસ્ટને ત્રાસ આપતા પતિ સામે પત્નીએ કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતી પરિણીતાએ કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું અગાઉ વાયરોક હોસ્પિટલમાં ઓર્થોપેડિક ડોક્ટર તરીકે નોકરી કરતી હતી અને હાલમાં ઘરકામ કરૃં છું. મારા લગ્ન વર્ષ - ૨૦૧૩ માં પંચમહાલ જિલ્લામંા રહેતા માર્મિક સાથે થયા હતા. મેં અને માર્મિકે ફિઝિયોથેરાપિનો અભ્યાસ કર્યો હતો. શરૃઆતમાં અમે હાલોલ ખાતે શ્રીજી ફિઝિયો કેર શરૃ કર્યુ હતું. અમારે નાણાંની જરૃર પડતા મારી માતા પાસેથી અવાર - નવાર રૃપિયા લીધા હતા. લગ્નના ચાર વર્ષ પછી પણ સંતાન નહીં થતા અમે તેની સારવાર શરૃ કરાવી હતી. ત્યારબાદ અમે સુરત શિફ્ટ થયા હતા. મારી તબિયત બગડતા અમે એક ફિમેલ ફિઝિયોથેરાપિસ્ટને નોકરી પર રાખી હતી. થોડા સમય પછી મારા પ તિએ મને ઇગ્નોર કરવાનું શરૃ કર્યુ હતું. મારા પતિને તે મહિલા ફિઝિયોથેરાપિસ્ટ સાથે આડાસંબંધો હોવાનું મને જાણવા મળ્યું હતું.મને પેટના નીચેના ભાગે ગાંઠો થતા તેની સારવાર કરાવવાનું જ્યારે હું કહેતી ત્યારે મારા પતિ વાત ટાળી દેતા હતા. મેં મારી જાતે જ ડોક્ટરનો સંપર્ક કરી સારવાર શરૃ કરાવી હતી. ત્યારબાદ બહાનું કાઢી મને પિયરમાં મૂકી આવ્યા હતા.