Get The App

પતિ પત્ની વચ્ચે કોર્ટ કેસ થયા બાદ પતિએ ઇન્ડેક્સમાં ચેડાં કરી પોતાના નામે વીજમીટર કરાવી દીધું

Updated: Nov 12th, 2024


Google News
Google News
પતિ પત્ની વચ્ચે કોર્ટ કેસ થયા બાદ   પતિએ ઇન્ડેક્સમાં ચેડાં કરી પોતાના નામે વીજમીટર કરાવી દીધું 1 - image

વડોદરાઃ વાસણારોડ વિસ્તારમાં પતિ-પત્ની વચ્ચે તકરાર થયા બાદ પતિએ ઇન્ડેક્સમાં ચેડાં કરી પોતાના નામે વીજ મીટર કરાવી લીધું હોવાની ફરિયાદ પત્નીએ નોંધાવી છે.

વ્રજવિહાર સોસાયટીમાં રહેતા હેમલતા બેને કહ્યું છે કે,મારા લગ્ન કુંદન મહાદેવભાઇ તીવરેકર સાથે થયા હતા.પતિના ત્રાસને કારણે મેં પોલીસ અને કોર્ટમાં ફરિયાદ કરી હતી.જેના કેસ ચાલી રહ્યા છે.

હાલમાં હું જ્યાં રહું છું તે મકાન અમારા બંનેના નામે હતું.મારા પતિ વીજ બિલ ભરતા હોવાથી મેં તેમને બિલ ભરવાનું કહેતાં તેમણે  વીજ કનેક્શન કપાવી નાંખવાની વાત કરી હતી.જેથી મને શંકા જતાં એમજીવીસીએલની કંપનીમાં આરટીઆઇ મારફતે તપાસ કરાવી હતી.જેના દસ્તાવેજમાં ઇન્ડેક્સની નકલમાં પતિનું જ નામ હતું.આમ,પતિએ સરકારી કચેરીમાં ખોટી રીતે ઇન્ડેક્સ કરાવી છેતરપિંડી કરી હોવાથી પોલીસે તેમની સામે ગુનો નોંધ્યો છે.

Tags :
vadodaracrimecomplainthusbandtamperedindexelectric-meterhis-name

Google News
Google News