Get The App

લવમેરેજ કરનાર સુરેન્દ્રનગરના ડેપ્યુટી ડીડીઓ સામે પત્નીની અત્યાચારની ફરિયાદ

હું સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરૃં ત્યારે રાતે 3 વાગે પતિ સ્પીકરમાં ગીતો વગાડે છે

Updated: Oct 28th, 2023


Google NewsGoogle News
લવમેરેજ કરનાર સુરેન્દ્રનગરના ડેપ્યુટી ડીડીઓ સામે પત્નીની અત્યાચારની ફરિયાદ 1 - image

વડોદરાઃ સુરેન્દ્રનગર ખાતે ડે.ડીડીઓ તરીકે ફરજ બજાવતા અધિકારી સામે તેમની પત્નીએ ગંભીર આક્ષેપો કરતી ફરિયાદ કરતાં મહિલા પોલીસે પતિ,સાસુ અને સસરા સામે ગુનો નોંધ્યો છે.ડેપ્યુટી ડીડીઓ અગાઉ વડોદરામાં ટીડીઓ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે.

પરિણીતાએ પોલીસ ફરિયાદમાં કહ્યું છે કે,કોલેજમાં સાથે ભણતી વખતે મિલન રાવ સાથે પ્રેમ થતાં અમે પરિવારજનોની સંમતિથી છ વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા.લગ્ન બાદ હું ન્યુ ગાંધીનગર ખાતેની સાસરીમાં રહેતી હતી.જાન્યુઆરી-૨૨માં મારી માતાને ફ્રેક્ચર થતાં મેં માતાને ત્યાં રહેવા ઇચ્છા કરી હતી. જેથી પતિ મને મૂકી આવ્યા હતા.ત્યારબાદ એક મહિના પછી પતિએ મને વોટ્સએપ પર મેસેજ કરી ડીવોર્સ લઇ લઇએ તેવો મેસેજ કરતાં મેં રૃબરૃ મળીને સોલ્યુશન લાવીશું તેમ કહ્યું હતું.

પરિણીતાએ આક્ષેપ કર્યો છે કે, ત્યારબાદ પતિ,સાસુ,સસરા અને નણંદ પિયરમાં આવી મને છૂટાછેડા માટે દબાણ કરતા હતા.પરંતુ મેં કહ્યું હતું કે મારા પતિ જ્યાં સુધી મને છૂટાછેડા ના આપે ત્યાં સુધી હું તેમની પત્ની છુ અને તેમની સાથે રહી શકું છું.જેથી તેઓ ચાલ્યા ગયા હતા.પતિની અમરેલી બદલી થતાં કહ્યા વગર ચાલ્યા ગયા હતા.હું ત્યાં ગઇ ત્યારે પણ તેમણે છૂટાછેડાની વાત કરી હતી.

હું સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી હતી ત્યારે તેઓ મોડે ઘેર આવતા હતા અને રાતે ત્રણ વાગે સ્પીકર પર ગીતો વગાડી ડિસ્ટર્બ કરતા હતા.તેઓ મોડા આવવાનું કારણ પણ કહેતા નહતા.હેરાનગતિ અંગે બે વાર ૧૮૧ મારફતે એનજીઓની મદદ લીધી હતી અને ડીડીઓ તેમજ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસિઝ ઓથોરિટીને પણ જાણ કરી હતી.આમ છતાં તેમનામાં કોઇ ફેર પડયો નહતો અને મને મુકીને ચાલ્યા ગયા છે.મહિલા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News