Get The App

માતા અને પુત્રે પ્રેમિકાને ડંડા વડે માર મારતા ફરિયાદ

તું મારા પતિને કેમ મળવા જાય છે , તેવું કહીને હુમલો કર્યો

Updated: Feb 21st, 2024


Google NewsGoogle News
માતા અને  પુત્રે પ્રેમિકાને ડંડા વડે માર મારતા ફરિયાદ 1 - image

 વડોદરા,પતિ સાથે પ્રેમ સંબંધ રાખનાર મહિલા પર પત્ની અને પુત્રે હુમલો કર્યો હતો. જે અંગે નવાપુરા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

નવાપુરા વિસ્તારમાં રહેતી મહિલાએ   નવાપુરા પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા લગ્ન અમદાવાદ ખાતે થયા હતા. મારે વડોદરાના યુવાન સાથે ૧૨ વર્ષ પહેલા  પ્રેમ સંબંધ હોવાના કારણે છૂટાછેડા થઇ ગયા હતા.પ્રેમી સાથે મારે  સંબંધ છે. અમે અવાર - નવાર મળીએ છીએ. ગઇકાલે  હું નહેરૃભવનની પાછળ આવેલી દરગાહ પર દર્શન કરવા ગઇ હતી. ત્યાં દર્શન કરીને હું માર્કેટ ચોકી પાસેથી જતી હતી. તે સમયે પ્રેમીની  પત્ની  તથા પુત્ર આવ્યા હતા. પ્રેમીની પત્ની  મને કહેવા લાગી કે, તું મારા  પતિને કેમ મળવા જાય છે ? તેવું કહી તેઓએ મારા પર હુમલો કર્યો હતો. તેઓએ મને ડંડા વડે માર માર્યો હતો. મેં બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા હતા અને પોલીસની  ગાડી આવી  જતા હુમલાખોરો ભાગી ગયા હતા.


Google NewsGoogle News