વાયણામાં બોગસ સહી, પાવર ઓફ એર્ટની આધારે જમીન પચાવી પાડવાની ફરિયાદ
ખેડૂતે પોતાની જમીન પચાવી પાડનાર તેની માતા અને અન્ય ચાર શખ્સોે વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી
કલોલ : કલોલ તાલુકાના વાયણા ગામે રહેતા ખેડૂતની જમીન બારોબાર વેચી મારવાનો બનાવ પોલીસ નોંધાયો છે ખેડૂતની જાણ બહાર તેના અંગૂઠા ના નિશાન અને ખોટા પાવર ઓફ એટર્ની બનાવટી દસ્તાવેજ ના આધારે જમીન પચાવી પાડવામાં આવી હતી જે અંગે તેણે પોતાની માતા સહિત ચાર લોકો સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ ચલાવી છે.
આ બાબતે મળતી વિગતો અનુસાર વાયણા ગામે રહેતા રસિક જુવાજી
ઠાકોરે પોલીસ મથકમાં અયોધ્યા સિંઘ આત્મનારાયણ રહે વસંતનગર ટાઉનશીપ ગોતા અમદાવાદ
તથા દીપકભાઈ ચીમનલાલ ત્રિવેદી રહે સ્વામિનારાયણ એવન્યુ અંજલી ચાર રસ્તા વાસણા, અમદાવાદ તથા તેની
માતા જીવીબેન જુહાજી ઠાકોર રહે ભરવાડ વાસ ઇસનપુર અમદાવાદ અને મહેમુદભાઈ આદમભાઈ
વોરા રહે રૃપાલ તાલુકો બાવળા તથા રૃપેશકુમાર હરિલાલ ઠક્કર રહે તીર્થ નગર સોસાયટી
ચાર રસ્તા મેમનગર અમદાવાદ સામે ફરિયાદ નોંધાવી છે તે ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે
તેઓ તેમના પિતાના એકમાત્ર પુત્ર હતા અને તેમના પિતાના અવસાન બાદ તેમની માતાએ
અન્યત્ર લગ્ન કરી લીધા હતા ત્યારબાદ તેમની પિતાની વારસાઈ જમીનમાં તેમનો એકલાનું
નામ હતું અને આ જમીનમાં તેમની માતાએ અને તેમના મળતી આવે ભેગા મળી તેમના નામની ખોટી
સહીઓ અને બનાવટી પાવર ઓફ એટર્ના બનાવી
હતી અને તે નોટરી કરાવી તેમાં તેમનો ખોટો
અંગુઠો કરાવ્યો હતો. ત્યારબાદ જમીનનું બાનાખત
કરવામાં આવ્યું હતું અને જમીનનો કરાર બનાવી તેમાં તેમનો ફોટો અંગૂઠો કરવામાં આવ્યો
હતો અને ખોટો પાવર ઉભો કરી તેનો દસ્તાવેજ કરી લેવામાં આવ્યો હતો જે અંગે તેઓએ
પોલીસ મથકમાં ઉપરોક્ત ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો દાખલ કરી તપાસ
ચલાવી છે.