મહિલા લોકરક્ષકને પતિએ મૂઢ મારતા ફરિયાદ : લગ્નના દોઢ મહિનામાં જ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

Updated: Mar 30th, 2024


Google NewsGoogle News
મહિલા લોકરક્ષકને પતિએ મૂઢ મારતા ફરિયાદ  : લગ્નના દોઢ મહિનામાં જ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો 1 - image

image : Freepik

Attack on woman police in Vadodara : વડોદરાના શિયાપુરા વિસ્તારમાં રહેતી પરણીતાએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે હું મારા પતિ સાથે રહું છું અને વડોદરા ખાતે મહિલા લોકરક્ષક તરીકે નોકરી કરું છું મારા લગ્ન 17 મી ફેબ્રુઆરીએ સમાજના રિવાજ મુજબ થયા હતા. મારા પતિ અને હું કોલેજમાં પણ સાથે ભણતા હોય અમારા વચ્ચે મિત્રતા હતી. લગ્નના દસ દિવસ બાદ હું મારી નોકરી પર હાજર થઈ હતી અને ગત 28મી માર્ચે મારે સવારે નોકરી પર જવાનું હોવાથી પાંચ વાગ્યે ઉઠી હતી. મારા પતિનો ફોન ચાર્જિંગમાં પડ્યો હોવાથી મેં ચેક કરતા instagram પર અન્ય છોકરીઓ સાથે ચેટિંગ કર્યાનો જણાઈ આવ્યું હતું. ત્યારબાદ મેં ફોન મૂકી દીધો હતો. સવારે 8:00 વાગે મારા પતિ ઉઠીને મોબાઈલ ફોન લઈને વોશરૂમમાં ગયા હતા ત્યાંથી બહાર નીકળીને મને કહેવા લાગ્યા કે તું મારા ફોનને કેમ અડી હતી? મેં તેઓને કહ્યું કે તમને ના પાડવા છતાં તમે અન્ય છોકરીઓ સાથે કેમ વાતો કરો છો મારી વાત સાંભળીને તેઓ ઉસ્કેરાઈ ગયા હતા અને મારી સાથે જપાજપી કરવા લાગ્યા હતા. મારો એક હાથ મચકોડી બીજા હાથે ગળું પકડી ગાલ પર થપ્પડો મારવા લાગ્યા હતા અને પેટના ભાગે લાતો તથા મુક્કા મારી વાળ પકડી મને નીચે પાડી દીધી હતી. તેઓએ મને ધમકી આપી હતી કે આ વાતની જાણ કોઈને કરીશ તો તને જાનથી મારી નાખીશ જેથી હું તેમના ડરથી મારા ઘરેથી નીકળી ગયેલ અને મારી માતાને ફોન પર હકીકતની જાણ કરે નોકરી પર જતી રહી હતી મારી માતા સાંજે ઘરે આવી મને પેટ અને ગરદનમાં દુખાવો થતો હોય હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. 

મારા પતિ  લગ્નના ચાર પાંચ દિવસ પછી પણ અન્ય છોકરીઓ સાથે whatsapp અને instagram પર ચેટિંગ કરતાં હતા અને તેઓને મેં પકડી પાડ્યા ત્યારે મારી સાથે મારા મારી કરી હતી.


Google NewsGoogle News