કીઝ રિસોર્ટના ડિરેક્ટરોએ રૃપિયા પડાવી મેમ્બરશિપ નહિ આપીને તાળા માર્યા
વડોદરાઃ વડોદરાના કલાલીરોડ વિસ્તારમાં આવેલા કીઝ રિસોર્ટ એન્ડ હોસ્પિટાલિટિઝના સંચાલકોએ મેમ્બરશિપ માટે રૃપિયા મેળવ્યા બાદ ઓફિસને તાળાં મારી દેતાં પોલીસ ફરિયાદ થઇ છે.
સુભાનપુરાની સોનલપાર્કમાં રહેતા ડો. દિપેન દોશીએ પોલીસને કહ્યું છે કે,માર્ચ-૨૦૨૩માં મારા મિત્ર ડો.અલી મીઠીબોરવાળા મારફતે કલાલી રોડ પર મેફેર કોર્પોરેટ પાર્ક ખાતે આવેલી કીઝ રિસોર્ટની સ્કીમ માટે જાણ થઇ હતી.જેથી મેં મેમ્બરશિપ માટે સંપર્ક કરતાં યુનિટ હેડ શિશિર શાંતુ મિત્રા(લાકાશા પીજી હોસ્ટેલ,અગમ સ્કવેર,વેસુ,સુરત) મારી હોસ્પિટલમાં આવ્યા હતા અને ત્રણ વર્ષની મેમ્બરશિપ માટે વાત કરી હતી.
મેં તેમને રૃ.બે લાખ આપ્યા હતા અને માલદિવની ટ્રિપ માટે નક્કી કર્યું હતું.પરંતુ આ ટ્રિપ માટે તેમણે મારી પત્નીની ટિકિટ માટે રૃ.૫૩ હજાર તેમજ બીજા રૃ.૨૮ હજાર મળી કુલ રૃ.૨.૮૧લાખ આપ્યા હતા.પરંતુ મને મેમ્બરશિપ આપી નહતી.ટૂર પણ ગોઠવી નહતી કે રૃપિયા પણ પરત નહિ કરી ઓફિસને તાળાં મારી દીધા છે.
ડોક્ટરની ફરિયાદને આધારે પોલીસે રિસોર્ટના ડિરેક્ટર દિપ રમેશભાઇ માલવિયા(રાધેશ્યામ એવન્યૂ, ભાયલી), ડિરેક્ટર ચિંતન જિતેન્દ્રભાઇ વૈષ્ણવ(સ્પ્રિંગ સ્ટ્રીટ,વિધિ પાર્ટી પ્લોટ પાસે,ભાયલી) અને યુનિટ હેડ શિશિર મિત્રા સામે ગુનો નોંધ્યો છે.