કલોલ તાલુકા આરોગ્ય કચેરીના ક્લાર્કે ૯૭ લાખની ઉચાપત કર્યાની ફરિયાદ
તાલુકા કચેરીના સિનિયર ક્લાર્કે બેન્ક ખાતાઓમાં પૈસા જમા કરાવી અંગત ઉપયોગમાં વાપર્યાં
કલોલ : કલોલ તાલુકા આરોગ્ય કચેરીમાં ફરજ બજાવતા સિનિયર ક્લાર્ક દ્વારા રૃા.૯૭ ઉપરાંતની ઉચાપત કરતા તેની સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવી છે પોલીસે તેની સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
કલોલ તાલુકા આરોગ્ય કચેરીમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ
બજાવતા જીગરભાઈ પ્રતાપભાઈ ચૌધરી દ્વારા રૃા. ૯૭,૫૯૪૦૩ ની ઉચાપત કરી હોવાનું માલુમ પડતા તેમની સામે પોલીસ
મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે સિનિયર ક્લાર્ક દ્વારા કર્મચારીઓના પગારમાં
છેડછાડ કરી અન્ય લોકોના ખાતામાં પૈસા જમા કરાવી દેવામાં આવ્યા હતા. આ બાબતે જિલ્લા
પંચાયતના હિસાબી અધિકારીને શંકા જતા તેઓએ બેંકનું શિડયુલ મંગાવી અને કચેરી નું
શિડયુલ મંગાવીને બંનેનો હિસાબ ચેક કરતા અંદર ગોલમાલ થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું
તેથી તેઓએ તપાસ હાથ ધરતા કચેરીના આ ક્લાર્ક દ્વારા સરકારી કર્મચારીના હોય તેવા
લોકોના ખાતામાં ક્લાર્ક દ્વારા પૈસા જમા કરાવી દેવામાં આવ્યા હતા કુલ રૃપિયા ૯૭
લાખ વધુની ઉચાપત કરવામાં આવી હોવાથી તેઓએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે
ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.