Get The App

વડોદરાના નાગરવાડામાં રહેતા વકીલને બનેવીએ મર્ડર કરાવી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News
વડોદરાના નાગરવાડામાં રહેતા વકીલને બનેવીએ મર્ડર કરાવી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ 1 - image


Vadodara Death Threat : વડોદરા નાગરવાડા વિસ્તારમાં રહેતા વકીલને તેમના બનેવીએ તારી બહેનને કહો કે મારી સાથે છૂટાછેડા લઈ લે મારે હવે તેને રાખવી નથી તેમ કહીને ઝઘડો કર્યો હતો. ઉપરાંત તારું મર્ડર કરાવી નાખીશ તેવી ધમકી આપી હતી. જેથી વકીલે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં બનેવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

વડોદરા શહેરના કારેલીબાગ નાગરવાડા વિસ્તારમાં રહેતા સિરાજ યાકુબ ઘાંચીએ ફરીયાદ હું વકીલનો વ્યવસાય કરી મારા પરીવારનુ જીવન ગુજરાન ચલાવુ છું. ગત 9 મેના રોજ  હુ મારા ઘરે હાજર હતો. ત્યારે આશરે સાડા નવેક વાગ્યાની આસપાસ મારા ઘરે મારા બહેન જુબેલાબેન  પણ હાજર હતા. તે વખતે અમારા બનેવી ઘાંચી યાકુબ સુલેમાન (રહે .માછીવાડનો ટેકરો સંદેલ સુરત) આવ્યા હતા અને અમોને તારુ બહેન સરીફાબેને કહો કે મારી સાથે છૂડાછેડા લઈ લે. મારે હવે તેને રાખવાની નથી તેવુ કહી મારો સાથે ઝપાઝપી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. અમારા ઘરમાં ઝપાઝપી કરતા હતા જેથી અમે તેઓને આવુ કરવાની ના પાડતા તે એકદમ ઉશ્કેશઇ જઇ મારે તારી બહેનને રાખવી નથી તેમ કહી તારૂ હુ મર્ડર કરાવી નાખીશ તેવી ધમકી  પણ આપી હતી.


Google NewsGoogle News