વડોદરાના ગાજરાવાડી રબારીવાસના નાકે ફીયાંશી સાથે ઉભેલા યુવકને માર મારતા ફરિયાદ

Updated: Dec 30th, 2023


Google NewsGoogle News
વડોદરાના ગાજરાવાડી રબારીવાસના નાકે ફીયાંશી સાથે ઉભેલા યુવકને માર મારતા ફરિયાદ 1 - image

image : Freepik

- ફિયાંશી સાથે ઉભેલા યુવકને ધમકી આપી માર મારનાર આરોપી સામે પાણીગેટ પોલીસે ગુનો દાખલ કર્યો છે

વડોદરા,તા.30 ડિસેમ્બર 2023,શનિવાર

વડોદરાના પાણીગેટ ખાટકીવાડ ખાનગાહ મહોલ્લામાં રહેતો રાહીલ કાલુભાઈ મન્સૂરી લેબોરેટરીમાં સેમ્પલ કલેક્ટ કરવાનું કામ કરે છે. પાણીગેટ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે રાત્રે 9:00 વાગે હું મારી ફીયાંશીને લઈને શાસ્ત્રીનગર પાસે પાણીપુરી ખાવા માટે ગયો હતો તે દરમિયાન લેબોરેટરીમાંથી મને ફોન આવ્યો હતો કે કલાકાર સંચાર રસ્તા પાસેની હોસ્પિટલમાં સેમ્પલ લેવા માટે જવાનું છે. જેથી હું મારી ફિયાંશીને બેસાડીને હોસ્પિટલ ગયો હતો અને ત્યાંથી સેમ્પલ મેળવી મારી ફિયાન્સીને તેના ઘરે છોડવા ગયો હતો. તેના ઘરના ફળિયાના નાકે ઊભા રહી અમે બંને મજાક મસ્તી કરી વાતચીત કરતા હતા તે સમયે ત્યાં ઉભેલા એક છોકરાએ મને કહ્યું હતું કે આગે જાકે ખડા રે.. જેથી મેં કહ્યું હતું કે મારી સાસરી અહીં નજીકમાં જ છે એટલે અહીંયા ઉભો છું. તું તારું કામ કર.. જેથી તે છોકરાએ મારી પાસે આવી ગાળો બોલી મને થપ્પડ મારી દીધી હતી.

તે દરમિયાન રોડ ઉપર જતા રાહદારીઓ ભેગા થઈ ગયા હતા. અને ટોળામાંથી એક બે લોકોએ પણ મને માર માર્યો હતો. મારી ફીયાંશીને કોઈએ ધક્કો મારી દીધો હતો. તે સમયે ટોળામાંથી કોઈ બોલ્યું હતું કે જયદીપ ફેટ છોડી દે જેથી જયદીપે મારી ફેટ છોડી દીધી હતી. જયદીપએ મને જતા જતા ધમકી આપી હતી. તે દરમિયાન મારી ફીયાંશીના પરિવારજનો પણ મને છોડાવવા આવી ગયા હતા.


Google NewsGoogle News