કોલેજમાં જતી સગીરાનું ભાટ સર્કલ પાસેથી અપહરણ કરાયાની ફરિયાદ
અમદાવાદમાં નરોડાથી ગાંધીનગર સેક્ટર-૨૩માં આવેલી
પિતા બાઈક ઉપર ઉતારી ગયા બાદ તેણીનો કોઈ પતો લાગ્યો નહીં :
ઇન્ફોસિટી પોલીસ દ્વારા તપાસ
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક ભાટ સર્કલ પાસેથી અમદાવાદના નરોડામાં રહેતી સગીરાનું અપહરણ થયાની ફરિયાદ ઇન્ફોસિટી પોલીસ મથકમાં નોંધાવવા પામી છે. પિતા કોલેજ જવા માટે તેણીને બાઈક પર ઉતારી ગયા બાદ તેણીનો કોઈ પતો લાગ્યો ન હતો હાલ આ મામલે પોલીસ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી છે.
અમદાવાદના નરોડા
ખાતે રહેતી ૧૭ વર્ષની સગીરા સેકટર - ૨૩ની કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે.
જે પેસેન્જર વાહનમાં કોલેજ આવતી જતી હોવાથી તેના પિતાએ મોબાઇલ ફોન પણ આપ્યો હતો.ગત
તા. ૨૩ મી જુલાઇના રોજ નિત્યક્રમ મુજબ સગીરાને તેના પિતા નરોડાથી નાના ચિલોડા
સર્કલ સુધી બાઇક ઉપર અને ત્યાંથી રીક્ષામા કોલેજ જવા માટે સવારના સાડા છ વાગ્યે
ઘરેથી નિકળ્યા હતા. પરંતુ એ દિવસે ગાંધીનગર માટેની કોઈ રીક્ષા નહીં મળતાં સગીરાને
એપોલો સર્કલ ઉતારીને તેના પિતા નોકરીએ જતા રહ્યા હતા.
ત્યારબાદ બપોરના આશરે સાડા બારેક વાગ્યે સગીરાએ પિતાને ફોન
કરીને બહેનપણીઓ સાથે ગાર્ડનમા આવી હોવાથી ઘરે આવતા મોડું થશે એમ જણાવ્યું હતું. જો
કે ત્યાર પછી સગીરાનો ફોન બંધ થઈ ગયો હતો. જે મોડી સાંજ સુધી ઘરે પરત નહીં ફરતા
પિતાએ તેના મિત્ર વર્તુળમાં પૂછતાંછ કરી હતી પરંતુ સગીરાની કોઈ ભાળ મળી ન
હતી.બાદમાં પિતાએ વતન ખાતે સગા સંબંધીઓ તેમજ વતન ખાતે તેની બહેનપણીઓમા તપાસ કરાવી
હતી. ઉપરાંત કોલેજમાં જઈને પણ તપાસ કરી હતી. જો કે દીકરીની ભાળ નહીં મળતા
ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે હાલ પોલીસ દ્વારા આસપાસના
વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસીને તપાસ કરવામાં આવી રહી છે.