ટ્રાફિક બ્રિગેડના જવાનના પૂર્વ પ્રેમિકા સાથેના ફોટો વાયરલ થતાં સાયબર સેલમાં ફરિયાદ

Updated: May 26th, 2024


Google NewsGoogle News
ટ્રાફિક બ્રિગેડના જવાનના પૂર્વ પ્રેમિકા સાથેના ફોટો વાયરલ થતાં સાયબર સેલમાં ફરિયાદ 1 - image

વડોદરાઃ વડોદરાના ટ્રાફિક બ્રિગેડના જવાનની  પૂર્વ પ્રેમિકા સાથેના ફોટા વાયરલ થતાં તેણે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ જવાને કહ્યું છે કે,ગઇ તા.૬ ફેબુ્રઆરીના રોજ મને એક મેસેજ મળ્યો હતો.જેમાં મારી લગ્ન પહેલાંની પ્રેમિકાનો ફોટો હતો.પરંતુ આઇડી તેનું નહતું.

ત્યારબાદ મારો પ્રેમિકા સાથેનો ફોટો મોકલવામાં આવ્યો હતો અને સોશ્યલ મીડિયા પર પણ આ ફોટો મૂકવામાં આવ્યો હતો.જેથી કોઇ વ્યક્તિએ ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી પરથી મારો ફોટો વાયરલ કરી મારા પરિચિતો તેમજ મિત્રોને મોકલી મારી બદનામી કરી છે.સાયબર સેલે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News