Get The App

ડભોઇ રોડ પર રિક્ષા અને ટુ વ્હીલરની તોડફોડ કરનાર સામે ફરિયાદ

પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગયા તો આરોપીની માતાએ પણ ધમકી આપી

Updated: Oct 7th, 2024


Google NewsGoogle News
ડભોઇ રોડ  પર  રિક્ષા અને ટુ વ્હીલરની તોડફોડ કરનાર સામે ફરિયાદ 1 - image

વડોદરા,ડભોઇ રોડ વુડાના મકાનમાં પ્રેમી સાથે બેઠેલી યુવતીના પિતાને જાણ  કરનાર યુવકની રિક્ષા તથા ટુ વ્હીલરને પ્રેમીએ તોડફોડ કરી નુકસાન  પહોંચાડયું હતું. જે અંગે વાડી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ  હાથ ધરી છે.

ડભોઇ રોડ વુડાના મકાનમાં રહેતા અને હાઉસ કિપીંગનું કામ કરતા મનોજભાઇ વિજયભાઇ ટેકળેએ વાડી  પોલીસ ્સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા. ૪ થી એ મારા મિત્રની છોકરી અમારા વુડાના મકાનમાં રહેતા સમીર કુરેશી સાથે કારમાં બેસીને વાતો કરતી હતી. જેથી, મેં મારા મિત્રને ફોન કરીને જાણ કરી  હતી. જેની અદાવત  રાખી મોડી રાતે સાડા ત્રણ વાગ્યે સમીર કુરેશી મારી રિક્ષાની તોડફોડ કરતો હતો. મેં બારીમાંથી બૂમ પાડતા સમીર ત્યાંથી જતો રહ્યો હતો. તેણે મારી રિક્ષાનું હુડ તથા સીટો ફાડી નાંખી હતી. ત્યારબાદ તેણે અમારા ઇલેક્ટ્રિક ટુ વ્હીલરની હેડ લાઇટ તથા સ્ટિયરીંગને નુકસાન કર્યુ હતું. 

ઉલ્લેખનીય છે કે,  મનોજભાઇ ટકલે સમીર વિરૃદ્ધ વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા ત્યારે સમીરની માતા સલમાબેને મનોજભાઇની પત્નીને કહેવા લાગ્યા હતા કે,આપણે સમાધાન કરી લઇએ. તારા પતિને તું જણાવ કે ફરિયાદ ના કરે. તેઓએ એવી પણ ધમકી આપી હતી કે,જો ફરિયાદ કરશો તો હું તમને ૧૦ દિવસમાં બતાવીશ અને તમે પાછા વુડાના મકાનમાં રહેવા આવ્યા તો હું તમને ખોટા કેસમાં ફસાવી દઇશ. હું બતાવી દઇશ કે  હું કોણ છું ? તમને જાનથી મારી નાંખીશ. જે અંગે અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 


Google NewsGoogle News