ફતેગંજ મેન રોડ પર કેફે કોફી ડે ની મિલકત બોગસ દસ્તાવેજો બનાવી પચાવી પાડવા બદલ ફરિયાદ

Updated: Sep 30th, 2023


Google NewsGoogle News
ફતેગંજ મેન રોડ પર  કેફે કોફી ડે ની મિલકત બોગસ દસ્તાવેજો  બનાવી પચાવી પાડવા બદલ ફરિયાદ 1 - image

વડોદરાઃ ફતેગંજ મેન રોડ પર આવેલા કેફે કોફી ડે ની મિલકતના વિવાદ અંગે પોલીસે બોગસ ડોક્યુમેન્ટ  બનાવી માલિકી હક્ક માટે કાવાદાવા કરનાર માતા અને પુત્ર વિરૃધ્ધ ગુનો નોંધ્યો છે.

ન્યુ દિલ્હીના શિવાલિક માલવીયા નગર સામે રહેતા આનંદ મેઘરાજ નાવાણી(૭૬)એ પોલીસને કહ્યું છે કે,મેં અને મારા સાઢુ અશોક લાલચંદાણીએ ફતેગંજ મેન રોડ પર ધ પ્લાઝાના ગ્રાઉન્ડ ફ્લોર પર વર્ષ-૨૦૦૭માં શો રૃમ ખરીદ્યો હતો.જે વર્ષ-૨૦૦૯માં ત્રણ વર્ષ માટે માસિક રૃ.૧.૧૫ લાખ લેખે સદગુણા ચન્દ્રકાન્ત રાઠોડ ને આપ્યો હતો.પરંતુ તેમના ચેકો બાઉન્સ થયા હતા.

સદગુણા ર ાઠોડે આ મિલકત વર્ષ-૨૦૧૨માં કેફે કોફી ડે ને ભાડે આપી હોવાની જાણ થતાં અમે વડોદરાની કોર્ટમાં કેસ કર્યો હતો.આ કેસમાં અમારી તરફેણમાં  હુકમ આવતાં અમે આ મિલકત કમલેશ જસવાણીને વેચી હતી.ત્યારબાદ અમે ટેક્સ બાબતે તપાસ કરતાં અમારા  બોગસ પાવર ને આધારે આ મિલકત સદગુણાબેનને વેચી છે તેમ દર્શાવી કોર્પોરેશનમાં ભાડાના વેરાને બદલે માલિકી વેરા અને ગુમાસ્તાના લાઇસન્સ માટે અરજી કરાઇ હોવાની જાણ થઇ હતી.

આ ઉપરાંત આ મિલકત સદગુણાબેન અને તેના પુત્ર પ્રતિકે કેફે કોફી ડેને ભાડે આપી અમને આર્થિક નુકસાન પહોંચાડયું છે.સયાજીગંજ પોલીસે આ અંગે સદગુણા ચંદ્રકાન્ત રાઠોડ અને તેના પુત્ર પ્રતિક (બંને રહે.અમન ટાવર્સ,ફતેગંજ અને દેવધર એપાર્ટમેન્ટ,ફતેગંજ) સામે ગુનો નોંધ્યો છે.


Google NewsGoogle News