એકતરફી પ્રેમમાં યુવકે ઘરમાં ઘૂસી યુવતીની છેડતી કરી,મંગેતરના પણ કાન ભંભેર્યા

Updated: Oct 13th, 2023


Google NewsGoogle News
એકતરફી પ્રેમમાં યુવકે ઘરમાં ઘૂસી યુવતીની છેડતી કરી,મંગેતરના પણ કાન ભંભેર્યા 1 - image

વડોદરાઃ ગોરવા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં યુવકે યુવતીની પજવણી કરી ઘરમાં ઘૂસીને છેડતી કરતાં યુવતીએ તેની સામે પોલીસ કેસ કર્યો છે.

યુવતીએ કહ્યું છે કે,ગઇ તા.૨૦મી ઓગષ્ટે પાવીજેતપુરનો અજય રાઠવા મારા ઘરમાં આવી ગયો હતો અને છેડછાડ કરી હતી.તેણે મારા મંગેતરને પણ મારા વિશે ખોટી માહિતી આપી હતી.

યુવકે અગાઉ પણ મને મરી જવાની ધમકી આપી હતી.જેથી  ગોરવા પોલીસે યુવક સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.


Google NewsGoogle News