લાયસન્સ વગર સિક્યુરિટી એજન્સી ચલાવનાર મહિલા સામેગુનો નોંધાયો
વડોદરાઃ લાયસન્સ વગર સિક્યુરિટી એજન્સી ધરાવતી એક મહિલા સંચાલિકાની એસઓજીએ અટકાયત કરી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે,સિક્યુરિટી એજન્સી માટે રજિસ્ટ્રેશન જરૃરી છે અને પોલીસ કમિશનરે જાહેરનામું પણ બહાર પાડયું છે.જેથી વારંવાર વિવિધ એજન્સીઓની તપાસ કરવામાં આવતી હોય છે.
મકરપુરા વિસ્તારમાં ખૂશ્બુ સિક્યુરિટી એજન્સી દ્વારા જુદીજુદી જગ્યાએ ૯ ગાર્ડ રાખવામાં આવ્યા હોવાની વિગતોને પગલે એસઓજીએ તપાસ કરતાં તેની સંચાલિકા સીમા અનુપકુમાર મિશ્રા(શ્રી સિધ્ધેશ્વર હિલ, તરસાલી) હોવાની વિગતો ખૂલી હતી.તેણે એજન્સીનું રજિસ્ટ્રેશન નહિ ંકરાવ્યું હોવાથી પોલીસે તેની સામે ગુનો નોંધી અટકાયત કરી હતી.