Get The App

વડોદરાની જમીનમાં ગેરકાયદે કબજો કરવાનો પ્રયાસ કરનાર ત્રણ સામે ફરિયાદ

Updated: Jun 28th, 2024


Google NewsGoogle News
વડોદરાની જમીનમાં ગેરકાયદે કબજો કરવાનો પ્રયાસ કરનાર ત્રણ સામે ફરિયાદ 1 - image


Land Grabbing Case : વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં ચાર રસ્તા પાસે ઈશ્વર શાંતિ સોસાયટીમાં રહેતા સંજયભાઈ ઇશ્વરભાઇ પટેલ કોંગ્રેસના સામાજિક કાર્યકર છે. તેમના પરિવારની સહિયારી જમીન સરધાર એસ્ટેટ પાછળ લાખ સોસાયટીની બાજુમાં પરિમલ સોસાયટી પાસે આવેલી છે. વર્ષ 2020 માં આ જમીનમાં ભરત ભરવાડ તથા અર્જુન ભરવાડે ગેરકાયદે કબજો કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેની પોલીસ કમિશનરને અરજી આપતા તેઓ ખસી ગયા હતા.

ત્યારબાદ વર્ષ 2023માં જમીનને ફેન્સીંગ કરેલું હોવા છતાં મુકેશ રત્ના ભરવાડ જમીનમાં ગેરકાયદે કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી તેમને બેંને મુકેશ ભુવન તથા ભરત ભરવાડ વિરુદ્ધ જમીનનો કબજો કરા બધા અરજી આપી હતી. અમારી જમીન હોવા છતાં મુકેશ ભરવાડ સિવિલ કોર્ટમાં દાવો કર્યો છે. જમીન પર કબજો કરવા માટે વર્ષ 2020માં ખોટું અને બનાવટી પાવર ઓફ એટર્ની તૈયાર કરી માલિકોના નામની સામે ખોટા ખોટા ચોટાડી કોર્ટમાં રજૂ કર્યો હતો. જેથી સંજયભાઈ ઈશ્વરભાઈ પટેલે ગેરકાયદે કબજો કરવાનો પ્રયાસ કરનાર મુકેશ રત્નાકર ભરવાડ, ભરત શાંતિલાલ અને જીગ્નેશ પ્રેમજી રાઠોડ વિરુદ્ધ બાબત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


Google NewsGoogle News