10 ટકાના વ્યાજે રૂપિયા વસૂલતા દંપતી સહીત ત્રણ સામે ફરિયાદ
Vadodara Crime : સયાજી ટાઉનશીપ રોડ પર પામ વ્યુ ફ્લેટમાં રહેતા ભાવનાબેન અમિતભાઈ સોલંકીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે વર્ષ 2022માં મારા કાકા મહેશભાઈ સોલંકી અમને જણાવ્યું હતું કે મારે રૂપિયાની જરૂરિયાત છે અને મને રૂપિયા આપવા માટે તમારે સાક્ષી તરીકે રહેવું પડશે જેથી હું તથા મારા પતિ અમિતભાઈ મારા કાકા મહેશભાઈ પાસે ગયા હતા. તેઓએ અમારો સંપર્ક જતીનભાઈ ચુનારા તથા તેમની પત્ની હીનાબેન ચુનારા બંને રહેવાસીયા રામનગર ગાજરાવાડી તથા દીપક નરેન્દ્રભાઈ પરમાર રામપર સોસાયટી જાદરાવાડી સાથે કરાવ્યો હતો. તેઓએ અમારા કાકાને વ્યાજ તરીકે આપવા માટે મારા પતિને સાક્ષી તરીકે રાખ્યા હતા અને 1.5 લાખનો બેરર ચેક મારા પતિના નામે આપેલો. જેનું પાંચ ટકા વ્યાજ રાખ્યું હતું તેની સામે મારા પતિ પાસેથી સહી કરાવેલા કોરા ચેક લઈ લીધા હતા. ત્યારબાદ મારા પતિને દૂરના ઉપાડી મારા કાકા મહેશભાઈને આપી દીધા હતા.
જતીન ચુનારા તથા હીના ચુનારા પાસેથી અમે 4.70 લાખ રૂપિયા કરાવવા હોવાથી દીધા હતા તેની સામે એટીએમ કાર્ડ અને ચેક આપી દીધા હતા. જતીન ચુનાએ એટીએમ કાર્ડ દ્વારા કુલ 6.87 જેટલા ઉપાડ્યા હતા અને ગુગલ પે દ્વારા અમે 1.75 લાખ રૂપિયા આપ્યા હતા. જતીન ચુનારા હિના ચુનારા તથા દીપક પરમાર અવારનવાર અમારા ઘણી ઉઘરાણી કરવા આવતા હતા અને તેઓને 2.86 લાખ રૂપીયા ચૂક્યા હતા અને તેઓએ 4.70 લાખની સામે 13.98 લાખ રૂપીયા ચૂકવ્યા હતા. તેમ છતાં જતીને મારા ઘરે આવી ગાળો બોલી ધમકી આપી હતી. અરજીમાં સમાધાન થયું હતું તેમ છતાં તેઓએ અમારા ચેકનો દૂર ઉપયોગ કરે પૈસા વસૂલવા માટે નોટિસ આપી હતી.