ભીમ આર્મી ના વડાની પોસ્ટ પર અપમાનજનક કોમેન્ટ કરનાર સામે ગુનો નોંધાયો
વડોદરાઃ સોશ્યલ મીડિયા પર મુકાતી પોસ્ટ પર ઘણીવાર વાંધાજનક ટિપ્પણી કરવામાં આવતી હોય છે.જેને કારણે આઝાદીની અભિવ્યક્તિનો દૂરુપયોગ થાય છે અને આવી પોસ્ટ સમાજમાં વર્ગ વિગ્રહ માટે જવાબદાર બનતી હોય છે.આવી જ એક પોસ્ટ અંગે વાંધાજનક કોમેન્ટ કરનાર સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
મીડિયા પર એકાઉન્ટ ધરાવતા યુગરાજ નામના યુવકે પોલીસને કહ્યું છે કે,મારા એફબી એકાઉન્ટમાં ગઇ તા.૨૮મી જૂને ભીમ આર્મી ના સ્થાપક એડવોકેટ ચંદ્રશેખર ઉપર થયેલા હુમલાનો વિરોધ કરી તેમને ઝેડ પ્લસ સિક્યોરિટી આપવા મોટની તેમજ કલેક્ટરને આવેદન પત્ર આપવાની પોસ્ટ મૂકી હતી.જે પોસ્ટ પર જય મોગલ,જય માતાજી નામના ગુ્રપના દિલીપસિંહ રાજપૂત (ચુધરીવાસ,મોટાપ,મહેસાણા)એ અપમાનજનક કોમેન્ટ કરી હતી.જેથી ગોરવા પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે.