કામદારોની એક કરોડ ઉપરાંતની રકમ ચાઉં કરી જતા લેબર કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ

પી.એફ., ઇ.એસ.આઇ.,કેન્દ્ર અને રાજ્ય સરકારના જી.એસ.ટી. વિભાગમાં રૃપિયા જમા ના કરાવ્યા

Updated: May 23rd, 2024


Google NewsGoogle News
કામદારોની એક કરોડ ઉપરાંતની રકમ ચાઉં કરી જતા લેબર કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ 1 - image

વડોદરા,સરકારી વિભાગમાં કામદારોના ભરવા પાત્ર થતા એક કરોડ ઉપરાંતની રકમ લેબર કોન્ટ્રાક્ટર ચાઉં કરી ગયો હતો. જે અંગે કંપનીના જનરલ મેનેજર દ્વારા કોન્ટ્રાક્ટર વિરૃદ્ધ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મકરપુરા જી.આઇ.ડી.સી.માં રહેતા મમતાબેન મોહનલાલ મકરપુરા જી.આઇ.ડી.સી.માં આવેલી રોટોક્ષ ઓટોમેશન લિ. કંપનીમાં એચ.આર. ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે નોકરી કરે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, જાન્યુઆરી - ૨૦૧૮થી નોકરી કરૃં છું. અમારી કંપનીના ઓનર રાજેશ જીતેન્દ્રભાઇ શાહ ( રહે.જીત મન્યુ, ખાનપુર, અમદાવાદ ) છે. અમારી કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટર તરીકે રાકેશ કાલુવણ ગોસાંઇ ( રહે. સમીર પાર્ક સોસાયટી, ગોરવા) છે.તેઓ છેલ્લા ઘણા સમયથી અમારી કંપનીમાં લેબર સપ્લાય કરે છે. અમારી કંપની રાકેશભાઇને દર મહિનાની શરૃઆતમાં ૩૦ લાખ ચૂકવતી હતી. મહિનાના અંતમાં ફાઇનલ બિલ આવ્યા  પછી બાકીની રકમનો હિસાબ કરતા હતા.એપ્રિલ ૨૦૨૩ થી ડિસેમ્બર - ૨૦૨૩ સુધી પી.એફ., ઇ.એસ.આઇ., ફૂલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટ, તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના જી.એસ.ટી.ના મળી કુલ ૧ કરોડ ૫૨ હજાર રૃપિયા રાકેશ ગોસાંઇના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. પરંતુ, તેઓએ સંલગ્ન વિભાગમાં તે રૃપિયા જમા નહીં કરાવી અમારી કંપની તથા કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટ પર કામ કરતા કામદારો સાથે વિશ્વાસઘાત કર્યો છે.


Google NewsGoogle News