રિસેપ્શનિસ્ટ સાથે અફેર રાખી ત્રાસ ગુજારતા પતિ સામે ફરિયાદ

સાસુ,સસરા કહેતા હતા કે, અમે રિસેપ્શનિસ્ટને પણ રાખીશું અને તને પણ રાખીશું

Updated: Jun 16th, 2024


Google NewsGoogle News
રિસેપ્શનિસ્ટ સાથે અફેર રાખી ત્રાસ ગુજારતા પતિ સામે ફરિયાદ 1 - image

વડોદરા,રિસેપ્શનિસ્ટ સાથે અફેર  રાખતા  પતિ દ્વારા પત્નીને મારઝૂડ કરતા પત્ની કંટાળીને પિયરમાં આવી ગઇ હતી. ત્રાસ ગુજારતા પતિ, સાસુ અને સસરા સામે પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી છે.

શીયાબાગ વિસ્તારમાં રહેતી  સ્નેહા પિલ્લાઇએ  મહિલા  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા લગ્ન તા. ૨૧ - ૧૨ - ૨૦૦૮ ના રોજ સગા સંબંધીઓની  હાજરીમાં  અરૃણ રાધાકૃષ્ણન પિલ્લાઇ (રહે, સિલવાસા, દાદરા નગર હવેલી ) થયા હતા. ત્યારબાદ અમે સિલવાસા દાદરા નગર હવેલી ખાતે રહેવા ગયા હતા. લગ્નના થોડા વર્ષો પછી મારા સાસુ મને કહેતા  હતા કે, તારા પિતા પાસેથી ૭ લાખ લઇ આવ. જેથી, મારા  પિતાએ ટૂકડે - ટૂકડે રૃપિયા આપ્યા હતા. કોવિડ પછી મેં અને મારા  પતિએ જીમ ચાલુ કર્યુ હતું. છ મહિના  પછી એક જીમમાં રિસેપ્શનિસ્ટ તરીકે એક યુવતી સાથે મારા  પતિને અફેર  હોવાની મને જાણ થતા મેં મારા  પતિને તેની સાથે સંબંધ નહીં રાખવા માટે સમજાવ્યા હતા. પંરતુ, મારા પતિએ મારી સાથે ઝઘડો કરીને કહ્યું હતું કે, હું તેને નહીં છોડું. તેની સાથે જ રહીશ. મેં મારા સાસુ અને સસરાને વાત કરતા તેમણે  પણ મારા પતિની તરફેણ કરી હતી. તેઓ કહેતા  હતા કે, અમે રિસેપ્શનિસ્ટને પણ રાખીશું અને તને  પણ રાખીશું. ત્યારબાદ મને ખબર પડી હતી કે, રિસેપ્શનિસ્ટે એક પુત્રને પણ જન્મ આપ્યો છે. તે બાબતે મેં મારા  પતિને કહેતા તેઓએ મને માર માર્યો હતો. મારે સંતાનમાં દીકરી હોવાથી હું મૂંગા મોંઢે ત્રાસ સહન કરતી હતી. તેઓ સુધરવા માંગતા નહીં હોવાથી હું મારા માતા - પિતાના ઘરે આવી ગઇ હતી. તેઓ મને કોઇ આર્થિક મદદ કરતા નથી કે, ફોન  પણ રિસિવ કરતા નથી.


Google NewsGoogle News