Get The App

વડોદરા: પરીણીતા સામે બીભત્સ ઇશારા કરતા રોડ રોમિયો સામે ફરિયાદ

Updated: Mar 23rd, 2024


Google NewsGoogle News
વડોદરા: પરીણીતા સામે બીભત્સ ઇશારા કરતા રોડ રોમિયો સામે ફરિયાદ 1 - image


Image Source: Freepik

વડોદરા, તા. 23 જાન્યુઆરી 2024 શનિવાર

વડોદરા શહેરના વાસણા ગામ વિસ્તારમાં રહેતો યુવક પરીણિતા બહાર કામ અર્થે જાય ત્યારે તેની સામે બીભત્સ ઇશારા દ્વારા છેડતી કરતો હતો. યુવકને પરીણીતાના પતિ તથા દિયર સમજાવવા માટે જતા તેણે તેમની સાથે ઝઘડો કર્યો હતો. જેથી પરીણીતાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ઇસારા કરનાર યુવક સામે ફરિયાદ નોંધાવી છે. 

શહેરના વાસણા ગામ વિસ્તારમાં રહેતી 21 વર્ષીય પરીણીતાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે રોજ હુ ગામમાં શાકભાજી લેવા જતી હોય છે. તે દરમિયાન રામદેવ મહોલ્લોમાં રહેતો કલ્પેશ ચાવડા મને જોઈને મારી પાછળ પાછળ આવે છે અને મારી સામે બીભત્સ ઇશારા કરતો હોય છે. મારા રોજિંદા કામ માટે ગામમા જઉ  ત્યારે પણ આ કલ્પેશ મારી સામે અશ્લીલ ઇશારા કરે છે. જેથી 18 માર્ચના રોજ આ વાતની જાણ મારા પતિને કરી હતી. જેથી મારા પતિ અને દિયર કલ્પેશને સમજાવવા જતા તેમની વચ્ચે બોલાચાલી થઇ હતી. જેનું અંદરો-અંદર સમાધાન થઈ ગયું હોવા છતાંય 22 માર્ચના રોજ સાંજના સમયે મારા પતિ અને દિયર  સહિતના કલ્પેશને સમજાવવા માટે ગયા હતા. ત્યારે તેણે તેમની સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ મે 181 ઉપર ફોન કરી આ બાબતની જાણ કરી હતી. જેથી ગોત્રી પોલીસે બીભત્સ ઇશારા કરતા કલ્પેશ ચાવડા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News