ONGC માં ખાનગી સિક્યુરિટીના ગાર્ડની માહિતી પોલીસને નહિ આપતા સંચાલક સામે ફરિયાદ
વડોદરાઃ ઓએનજીસીમાં સિક્યુરિટી કોન્ટ્રાક્ટ રાખી ગાર્ડ અંગેની માહિતી પોલસને નહિ આપનાર એજન્સીના સંચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
શહેરમાં સિક્યુરિટી એજન્સીઓ દ્વારા સોસાયટી,એપાર્ટમેન્ટ તેમજ ઓફિસો જેવા સ્થળોએ ગાર્ડ મુકવામાં આવતા હોય છે.આ ગાર્ડ અંગેની તમામ માહિતી પોલીસને આપવા માટે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડયું છે.
એસઓજી દ્વારા આજે મકરપુરા ઓએનજીસીમાં એસઆઇએસ નામની સિક્યુરિટી એજન્સી દ્વારા મુકાયેલા ગાર્ડની તપાસ કરી હતી.જે દરમિયાન વાસણારોડ નિલામ્બર સર્કલ પાસે આલ્ફા સ્કવેરમાં એજન્સી ધરાવતા એજન્સીના સંચાલક મુકેશકુમાર સિંગ(રહે. સમન્યવ સ્પર્શ, બિલ્લાબોંગ સ્કૂુલ પાસે, કલાલી )એ ૮૯ ગાર્ડ રાખ્યા હોવાની અને પોલીસને ગાર્ડને લગતી વિગતો નહિ આપી હોવાનું ખૂલ્યું હતું.
એસઓજીએ આ અંગે સંચાલક સામે મકરપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવાની તજવીજ કરી હતી.