સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારતા કિશોર સામે ફરિયાદ

મિત્રના ઘરે અગાશી પરની રૃમમાં લઇ જઇ બે વખત શારીરિક સંબંધ બાંધ્યા

Updated: Feb 9th, 2024


Google NewsGoogle News
સગીરાનું અપહરણ કરી  દુષ્કર્મ ગુજારતા કિશોર સામે ફરિયાદ 1 - image

 વડોદરા,બાપોદ  પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષની  સગીરાને નજીકમાં જ રહેતો સગીર વયનો કિશોર અપહરણ  કરીને લઇ ગયો હતો અને બળબરીથી મિત્રના ઘરે અગાશી પર લઇ જઇ શારીરિક સંબંધ બાંધ્યો હતો.

મળતી માહિતી મુજબ, શહેરના બાપોદ  પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષની કિશોરી ગત તા.૭ મી એ ઘરેથી ચાલતી ચોકલેટ લેવા માટે નીકળી હતી. તે દરમિયાન તેના ઘરની નજીક રહેતો સગીર વયનો કિશોર તેને અપહરણ કરીને લઇ  ગયો હતો. અપહરણકાર સગીરાને તેના મિત્રના ઘરે લઇ ગયો હતો. મિત્રના ઘરે અગાશી પર રૃમમાં  રાતે તેણે સગીરા સાથે બળજબરીથી બે વખત શારીરિક સંબંધ બાંધ્યો હતો. જે અંગે સગીરાના માતાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવતા  પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News