પત્ની સાથે ઝઘડો કરી માર મારી કારમાંથી નીચે ઉતારી જતા રહેલા પતિ સામે ફરિયાદ

Updated: Jan 29th, 2024


Google NewsGoogle News
પત્ની સાથે ઝઘડો કરી માર મારી કારમાંથી નીચે ઉતારી જતા રહેલા પતિ સામે ફરિયાદ 1 - image


- પત્ની સાથે ઝઘડો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી કારમાંથી ઉતારીને જતા રહેલા પતિ સામે માંજલપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે

વડોદરા,તા.29 જાન્યુઆરી 2024,સોમવાર

વડોદરાના વાઘોડિયા રોડ પર રહેતી મયુરી પટેલના લગ્ન તારીખ 9-5-2023 ના રોજ વિશાલ રમેશભાઈ પટેલ રહેવાસી પ્રથમ રેસીડેન્સી વાઘોડિયા ગુરુકુળ ચાર રસ્તા સાથે સામાજિક રીત રિવાજ પ્રમાણે થયા હતા. મયુરી ગોત્રી ખાતે એકાઉન્ટ તરીકે નોકરી કરે છે માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે સવારે મારા પતિ મને મારા પિતાજીના ઘરે મળવા માટે મૂકી ગયા હતા અને રાત્રે 10:00 વાગ્યે મારા પતિ મને લેવા માટે આવ્યા હતા ત્યારબાદ હું મારા પતિની કારમાં બેસીને ઘર તરફ જતા હતા તે દરમિયાન અગાઉના ઝઘડાની અદાવત રાખી મારા પતિએ મારી સાથે ગુસ્સામાં વાતચીત કરી ઝઘડો શરૂ કર્યો હતો. જેથી મેં ગાડીમાંથી નીચે ઉતારવા માટે ગાડી રોકવા માટે જણાવ્યું હતું. મારા પતિએ ઈવા મોલ નજીક ગાડીમાં મને માર મારી ગાળો બોલે અહીંથી જતી રહે નહીંતર તમે જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ઉતારીને જતા રહ્યા હતા.


Google NewsGoogle News