Get The App

દહેજની માંગણી કરી પત્નીને ત્રાસ આપતા પતિ સામે ફરિયાદ

પતિને દુકાન કરવા માટે પિયરમાંથી પૈસા લઇને આપવા છતાંય ત્રાસ

Updated: Sep 26th, 2024


Google NewsGoogle News
દહેજની માંગણી કરી પત્નીને ત્રાસ આપતા પતિ સામે ફરિયાદ 1 - image

 વડોદરા,દહેજની માંગણી કરી પત્નીને મારઝૂડ કરી ત્રાસ આપતા  પતિ સામે મકરપુરા  પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

તરસાલી ઇશ્વરનગર સોસાયટીમાં રહેતા કોમલબેને મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું જ્વેલરી શો રૃમમાં નોકરી કરૃં છું. મારા લગ્ન આશિષ ગાયકવાડ (રહે. વક્રતુંડ રેસિડેન્સી, તરસાલી) સાથે થયા હતા. લગ્ન થયા પછી અમારો ઘર સંસાર પાંચ થી છ વર્ષ સુધી સારી રીતે ચાલ્યો હતો. મારા પતિ વ્યવસ્થિત નોકરી કરતા નહીં હોવાથી મારે ગુજરાન ચલાવવા માટે ના છૂટકે નોકરી શરૃ કરવી પડી હતી. તેઓ ગાળો બોલી મારઝૂડ કરી કહેતા હતા કે, તારે અહીંયા રહેવું હોય તો પિયરમાંથી રૃપિયા અને વસ્તુઓ લાવવી પડશે. તેઓ દારૃનો નશો કરીને મને હેરાન કરતા હતા. તેઓના ત્રાસથી કંટાળીને મેં અવાર - નવાર પિયરમાંથી રૃપિયા લાવીને આપ્યા હતા. સંતાનોના ભવિષ્ય સામે જોઇને હું લગ્ન જીવન ટકાવી રાખતી હતી. દુકાન શરૃ કરવા પિયરમાંથી રૃપિયા લઇ આવવા તેઓ મારા પર ત્રાસ ગુજારતા હતા. તેઓના ત્રાસથી કંટાળીને મેં પિયરમાંથી રૃપિયા લઇ આવી પતિને આપતા તેમણે દુકાન લીધી હતી. આટલું કરવા છતાંય તેઓ મારાપર ત્રાસ ગુજારતા હતા.


Google NewsGoogle News