Get The App

મહિલા ખાતેદારના રૃ.72 હજાર વાપરી નાંખનાર નંદેસરી પોસ્ટ ઓફિસના કર્મચારી સામે ગુનો નોંધાયાે

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
મહિલા ખાતેદારના રૃ.72 હજાર વાપરી નાંખનાર નંદેસરી પોસ્ટ ઓફિસના કર્મચારી સામે ગુનો નોંધાયાે 1 - image

વડોદરાઃ નંદેસરી પોસ્ટઓફિસના એક કર્મચારીએ મહિલા ખાતેદારના રૃપિયા વાપરી નાંખતા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને પોલીસ ફરિયાદ પણ કરવામાં આવીછે.

પોસ્ટ વિભાગમાં ઇન્સ્પેક્ટર ઓફ પોસ્ટ તરીકે ફરજ બજાવતા લલિતાબેન બિશ્નોઇએ નંદસરી પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા લક્ષ્મણસિંહ કનુભાઇ ગોહિલ (સોમેશ્વર નગર, રામગઢ) સામે નોંધોયલી ફરિયાદમાં કહ્યું છે કે,વર્ષ-૨૦૨૧ના અંતમાં કૈલાસબેન નામની એક મહિલા ખાતેદાર રૃપિયા ઉપાડવા આવી હતી.

આ માટે લક્ષ્મણભાઇએ ચાર વાઉચર મારફતે રૃ.૭૨ હજાર ઉપાડીને અંગત ઉપયોગમાં વાપરી નાંખ્યા હતા.જે બાબતે તપાસ કરતાં તેમણે આ રકમ ભરપાઇ કરી હતી.તેઓની સામે તપાસ કર્યા બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.નંદેસરી પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News