કલોલના રાચરડામાં બે યુવકો ઉપર હુમલો કરનાર આઠ સામે ફરિયાદ

Updated: Jun 6th, 2024


Google NewsGoogle News
કલોલના રાચરડામાં બે યુવકો ઉપર હુમલો કરનાર આઠ સામે ફરિયાદ 1 - image


જમીનનો કબજો લેવા આવ્યા હોવાની શંકા રાખી ટોળાએ લાકડીઓ વડે હુમલો કર્યો

કલોલ :  કલોલ તાલુકાના રાંચરડા ગામે બે યુવકો ઉભા હતા ત્યારે બાજુના ખેતરમાં ટોળાને લાગ્યું હતું કે આ બંને જણા જમીનનો કબજો લેવા આવ્યા છે તેમ સમજી તેમના ઉપર લાકડીઓ વડે હુમલો કરવામાં આવ્યો હતો ઘટના સ્થળે હાજર પોલીસે બંને યુવકોને ટોળામાંથી બચાવ્યા હતા અને યુવકની ફરિયાદના આધારે આઠ લોકો સામે રાઇટીંગ નો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આ બાબતે મળતી વિગતો અનુસાર કલોલ તાલુકાના રાચરડા ગામે ટોળાએ બે યુવકો ઉપર હુમલો કરી દીધો હતો અમદાવાદના જોધપુર વિસ્તારમાં રહેતા જયદીપભાઇ બળદેવભાઈ પટેલ અને તેમના કાકા નો દીકરો કંપનીમાંથી કામ કરીને નીકળ્યા હતા ત્યારે જયદીપભાઇની ફાઈલ કંપનીમાં રહી જતા તેઓ રાચરડા ગામે ધ વિલેજ ફાર્મ હાઉસ પાસે પોતાની ગાડી પાર્ક કરીને ઉભા રહ્યા હતા અને ફાઈલ લેવા માટે તેમણે તેમના કાકાના દીકરા સાર્થક ને ફોન કરીને કહેલ કે હું ફાઈલ ભૂલી ગયો છું તું ફાઈલ લેતો આવ હું ઉભો છું તેઓ ત્યાં ઉભા હતા તે દરમિયાન તેમના કાકાનો દીકરો સાર્થક ત્યાં ફાઈલ લઈને આવી ચડયો હતો અને બંને જણા ત્યાં ઉભા હતા ત્યારે બાજુના ખુલ્લા ખેતરમાં ૩૦ થી ૩૫ લોકોનું ટોળું હતું અને આ ટોળાને એમ લાગ્યું કે આ લોકો જમીનનો કબજો લેવા માટે આવ્યા છે તેમ સમજીને તેમને માર મારવામાં આવ્યો હતો ટોળું ગળતા પાટુનો માર મારી લાકડીયો વડે માર  મારતા બંનેની ઇજાઓ પહોંચી હતી ઘટના સ્થળે પોલીસ અગાઉથી હાજર હતી જેથી ટોળાને બળ પ્રયોગ કરીને ખધેડી મૂક્યું હતું અને બંને જણાને બચાવી લેવામાં આવ્યા હતા પોલીસે જયદીપભાઇ પટેલની ફરિયાદના આધારે હુમલો કરનાર રાજુભાઈ અમૃતભાઈ દેસાઈ તથા વિષ્ણુભાઈ અમરતભાઈ દેસાઈ અને ડાયાભાઈ નાગજીભાઈ દેસાઈ તથા મેહુલભાઈ બાબુભાઈ રબારી અને નવઘણભાઈ રાજુભાઈ રબારી તથા રઘુભાઈ વાલજીભાઈ રબારી અને ભરતભાઈ મેલાભાઈ રબારી તથા મુકેશભાઈ ઈશ્વરભાઈ દેસાઈ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News