કેબલ કનેક્શનના ધંધામાં ભાગીદારી કરી છેતરપિંડી કરનાર સામે ફરિયાદ

ત્રીજા ભાગીદારને અંધારામાં રાખી બારોબાર અન્ય કંપનીના નેટવર્ક પર કનેક્શન શરૃ કરી દીધા

Updated: Mar 24th, 2024


Google NewsGoogle News

 કેબલ કનેક્શનના ધંધામાં ભાગીદારી કરી છેતરપિંડી કરનાર સામે ફરિયાદ 1 - imageવડોદરા,મકરપુરા, મકરપુરા જી.આઇ.ડી.સી. તથા માણેજા વિસ્તારમાં કેબલ કનેક્શનનો ધંધામાં ભાગીદારી કરી છેતરપિંડી કરનાર બે ભાગીદાર સામે કેબલ કનેક્શનનો બિઝનેસ કરનારે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રેસકોર્સ ગેંડા સર્કલ પાસે બરોડા પિપલ્સ કો.ઓ.હા.સો.માં રહેતા જયેશ ઠાકોરલાલ પંડયા કેબલ કનેક્શનનો ધંધો કરે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું છેલ્લા ૨૦ વર્ષથી કેબલ ટી.વી.નો કંટ્રોલ રૃમ ચલાવું છું. વર્ષ - ૨૦૧૪ માં મકરપુરા જી.આઇ.ડી.સી. તથા માણેજા વિસ્તારમાં કેબલ કનેક્શનનો ધંધો કરતા વાલાભાઇ વિરાભાઇ ભરવાડ ( રહે. ગોકુલ નગર, મકરપુરા) તથા ભીખાભાઇ મેલાભાઇ પાટણવાડિયા (રહે. પવિત્ર ટાઉનશિપ, માણેજા) અમારા સંપર્કમાં આવ્યા હતા. તેઓએ મને ભાગીદારીમાં મકરપુરા, મકરપુરા જી.આઇ.ડી.સી. તથા માણેજા વિસ્તારમાં કેબલ કનેક્શનનો ધંધો કરવા જણાવ્યું હતું. તેમના પર ભરોસો કરીને  મેસર્સ માં આશાપુરી ડિઝિટલ મીડિયા પેઢીમાં હું તથા વાલાભાઇ ભરવાડ પચાસ - પચાસ ટકાના ભાગીદાર બન્યા હતા. તેમજ અન્ય એક પેઢીમાં આશાપુરા ડિઝિટલ એન્ટરટેઇનમેન્ટમાં હું પચાસ ટકા તથા વાલાભાઇ ભરવાડ અને ભીખાભાઇ પાટણવાડિયા પચાસ ટકાના ભાગીદાર બન્યા હતા. આ બંને પેઢીની ઓફિસ માણેજા ક્રોસિંગ પાસે આત્મીય કોમ્પલેક્સમાં બનાવી હતી. પહેલી  પેઢીમાં મેં ૨૭.૧૪ લાખ તથા બીજી ભાગીદારી  પેઢીમાં ૫૯.૪૪ લાખનું રોકાણ પ્રથમથી જ કર્યુ હતું.

ફેબુ્રઆરી - ૨૦૨૦ સુધી પેઢીનો વેપાર  સારી રીતે ચાલ્યો હતો. ત્યારબાદ મને ભાગીદારીમાં મળતી રકમ ધીરે - ધીરે ઓછી થઇ ગઇ હતી. મને શંકા જતા મેં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, અમારી ભાગીદારી  પેઢીના ટી.વી. કેબલ કનેક્શન જે ઘરોમાં હતા. ત્યાં તેઓએ અમારી જાણ બહાર કંપનીના સેટ અપ બોક્સ બદલીને અન્ય કંપનીના કનેક્શન ચાલુ કરી દીધા હતા. અમને અમારા ભાગના રૃપિયા ૭૫.૫૬ લાખ  નહીં આપી તેમજ અમારા ભાગે આવતા ગ્રાહકો તેમજ અન્ય હિસ્સો નહીં આપી ભાગીદારી પેઢીમાંથી કાઢી મૂક્યા હતા.


Google NewsGoogle News