ઢોર પાર્ટી સાથે ઝપાઝપી કરનાર પશુ માલિક સામે ફરિયાદ

વાઘોડિયા ચોકડી પાસેથી ઢોર પાર્ટીએ એક ગાયને પકડી હતી

Updated: May 12th, 2024


Google NewsGoogle News
ઢોર પાર્ટી સાથે ઝપાઝપી કરનાર પશુ માલિક સામે ફરિયાદ 1 - image

 વડોદરા,વાઘોડિયા ચોકડી પાસે ઢોર પાર્ટીએ પકડેલી ગાયને છોડાવવા માટે સ્ટાફ સાથે ઝપાઝપી કરી ધમકી આપનાર સામે કપુરાઇ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

મકરપુરા ડેપોની પાછળ હરિઓમધામ સોસાયટીમાં રહેતા ધર્મેન્દ્રકુમાર પરમાર કોર્પોરેશનના ઢોર પાર્ટીમાં છેલ્લા ત્રણ મહિનાથી કોન્ટ્રાક્ટ પર સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. ગઇકાલે તેઓ સવારે પાંચ વાગ્યે સ્ટાફ સાથે પોલીસ ભવનથી પોલીસ કર્મચારીને લઇને રખડતા  ઢોર પકડવાની કામગીરીમાં નીકળ્યા હતા. ગોરવા, જે.પી.રોડ,ગોત્રી, સંગમ ચાર રસ્તા આવ્યા હતા. ત્યાં એક ગાય પકડી તેઓ ગધેડા માર્કેટ ચાર રસ્તા થઇ વાઘોડિયા ચોકડી બપોરે બાર વાગ્યે પહોંચ્યા હતા. ત્યાં એક ગાયને કોર્ડન કરી ગળામાં દોરડું નાંખી પકડી લીધી હતી. તે દરમિયાન એક વ્યક્તિએ આવી ગાય છોડવા માટે જણાવ્યું હતું. અમે ના પાડતા તેણે  ગાય છોડાવવા માટે સ્ટાફ સાથે  ઝપાઝપી શરૃ કરી હતી. તેણે સ્ટાફને ધમકી આપી હતી. સ્ટાફે પોલીસ કંટ્રોલ રૃમમાં કોલ કરતા આરોપી ભાગી ગયો હતો. કપુરાઇ  પોલીસે પશુ માલિક શૈલેષ ભરવાડ ( રહે. ઇશ્વર નગર, અંબે સ્કૂલની સામે, વાઘોડિયા રોડ) સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News