Get The App

વડોદરાના ફતેગંજમાં કપલને પ્રાઇવસી આપતા કેફે સંચાલક સામે ફરિયાદ

Updated: Feb 28th, 2024


Google NewsGoogle News
વડોદરાના ફતેગંજમાં કપલને પ્રાઇવસી આપતા કેફે સંચાલક સામે ફરિયાદ 1 - image

વડોદરા,તા.28 ફેબ્રુઆરી 2024,બુધવાર

વડોદરામાં કપલ માટે પ્રાઈવસી આપતા કેફે સંચાલકો સામે પોલીસ દ્વારા અવારનવાર ગુના નોંધવામાં આવતા હોવા છતાં હજી આવા કેફે બે રોકટોક ચાલી રહ્યા છે.

ફતેગંજના રોઝેટ બિલ્ડીંગ ખાતે આવી જ રીતે ધી ટેન્ટ કેફેમાં કોઈપણ જાતના કેમેરા વગર કપલ બોક્સ બનાવીને યુવક યુવતીઓનું રજીસ્ટર મેન્ટેન કરવામાં નહીં આવતું હોવાની વિગતો મળતા એસઓજીની ટીમે દરોડો પાડ્યો હતો.

પોલીસે કેફેના સંચાલક અમે ઉમંગ સતિષભાઈ કાલે (શુભ લક્ષ્મી સોસાયટી ખટંબા વડોદરા મૂળ રહે ગુરુકુળ કૃપા સોસાયટી છોટાઉદેપુર) સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.


Google NewsGoogle News